<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

બોટાદના બરવાળા અને રાણપુર APMCના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની બિનહરીફ વરણી

બરવાળા APMCમાં સુરેશભાઈ ગઢીયા અને દિલાવરસિંહ ઝાલાની વરણી: રાણપુર APMCમાં કિશોરભાઈ ધાધલ અને લખમણભાઈ મેટાલીયાની પસંદગી

બોટાદ જિલ્લાના કૃષિ ક્ષેત્રે મહત્વની ગણાતી બરવાળા અને રાણપુર માર્કેટ યાર્ડ (APMC) ની ચૂંટણીઓ થોડા દિવસો અગાઉ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ત્યારબાદ આજે બંને એપીએમસીના નવા વડીલો એટલે કે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સહમતિના ધોરણે તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

બરવાળા માર્કેટ યાર્ડના નવા નેતૃત્વની ઘોષણા કરવામાં આવી છે, જેમાં ચેરમેન તરીકે સુરેશભાઈ ગઢીયા અને ડેપ્યુટી ચેરમેન તરીકે દિલાવરસિંહ ઝાલા ની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ બંને આગેવાનોના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને વેપારીઓના હિતમાં વધુ સારા કાર્યો થશે, તેવી આશા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

 

બીજી તરફ રાણપુર એપીએમસીમાં પણ ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની જગ્યા માટે બિનહરીફ નામો પર મહોર વાગી છે. રાણપુર APMC ના ચેરમેન તરીકે કિશોરભાઈ ધાધલ તેમજ ડેપ્યુટી ચેરમેન તરીકે લખમણભાઈ મેટાલીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સ્થાનિક સહકારી ક્ષેત્રમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

(10:21 PM IST)