<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

વડોદરામાં CEC જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

2024ની લોકસભા ચૂંટણીમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા : જો રાજીનામું નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

વડોદરામાં CEC જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા હતા અને ચૂંટણી પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે જ્ઞાનેશકુમાર રાજીનામું આપે તેવી માંગ કરી છે. જો રાજીનામું નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે. કોંગ્રેસે દેશભરમાં CECના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે.

(1:06 PM IST)