<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ભાવનગરના જૂના બંદરની ખાડીમાં અચાનક ડોલ્‍ફિન દેખાઇ

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮: ભાવનગરના જૂના બંદર વિસ્‍તારમાં આવેલા દરિયાઈ ખાડીના પાણીમાં ભરતી વેળાએ અચાનક એક સુંદર ડોલ્‍ફિન માછલી દેખાતાં સ્‍થાનિક રહીશો તેમજ રાહદારીઓમાં ભારે આヘર્ય અને કૂતુહલનો માહોલ સર્જાયો હતો. કેબલ સ્‍ટેડ બ્રિજ નજીકથી પસાર થઈ રહેલા એક સ્‍થાનિક નાગરિકની નજર પાણીમાં રમી રહેલી ડોલ્‍ફિન પર પડતાં જ તેણે આ અંગે આસપાસના લોકોને જાણ કરી હતી, જેને પગલે જોતજોતામાં આ અનોખા દરિયાઈ જીવને નિહાળવા માટે લોકોના ટોળેટોળાં ખાડી કિનારે એકત્ર થઈ ગયા હતા.

 પ્રાથમિક અનુમાન મુજબ દરિયામાં આવેલી ઊંચી ભરતીના કારણે પાણી ખાડીના અંદરના ભાગ સુધી ધસી આવ્‍યું હતું, જેની સાથે જ આ ડોલ્‍ફિન પણ ભૂલથી અથવા ખોરાકની શોધમાં ખાડીના શાંત પાણીમાં આવી પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દરિયાઈ ખાડીમાં અચાનક ડોલ્‍ફિનનું આગમન થતાં જ વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્‍કાલિક ધોરણે ઘટનાસ્‍થળે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા ડોલ્‍ફિનની સ્‍થિતિ અને તેની વર્તણૂક પર નજર રાખવામાં આવી રહી છે. ખાડી કિનારે લોકોની ભારે ભીડ એકઠી થઈ હોવાથી ડોલ્‍ફિન ભયભીત ન થાય અને તેને કોઈ પ્રકારની પરેશાની કે હાનિ ન પહોંચે તે માટે વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

વન વિભાગના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ભરતી ઓસર્યા બાદ ડોલ્‍ફિન કુદરતી રીતે પાણીના વહણ સાથે ફરી ઊંડા દરિયામાં પરત જાય છે કે કેમ તેના પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. જો ે ઓટ આવ્‍યા પછી પણ ડોલ્‍ફિન ખાડીના છીછરા પાણીમાં ફસાઈ જશે તો તેને સુરક્ષિત રીતે રેસ્‍કયૂ કરી ઊંડા દરિયાઈ વિસ્‍તારમાં છોડવા માટેનું જરૂરી આયોજન પણ વિચારાધીન છે.

 જૂના બંદરની ખાડી સુધી ડોલ્‍ફિનનું આવી પહોંચવું એ સ્‍થાનિક દરિયાઈ પર્યાવરણ અને જીવસળષ્ટિની સક્રિયતા તરફ નિર્દેશ કરે છે. હાલ વન વિભાગની ટીમ સ્‍થળ પર તૈનાત રહીને ડોલ્‍ફિનની સલામતી સુનિヘતિ કરવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહી છે.

(10:47 AM IST)