News of Monday, 28th September 2026
નવરાત્રી માત્ર ઉત્સવ નહી, પણ આપણી સાંસ્કૃતિક, પરંપરા અને સામાજીક એકતાનું પ્રતિકઃ રીવાબા જાડેજા
નવરાત્રી મહાપર્વને અનુલક્ષીને ધારાસભ્ય ડો.દર્શીતાબેન દ્વારા નાગરીકો માટે નમો નવરંગ નિઃશુલ્ક ગરબા કોચિંગ કલાસનું આયોજનઃ ઉદઘાટન સમારોહ સંપન્ન

રાજકોટઃ નવરાત્રી મહાપર્વને અનુલક્ષી ને રાજકોટ યુવાધન તથા સર્વે નાગરીકો માટે ધારાસભ્ય ડો.દર્શિતા શાહ દ્રારા આયોજીત નમો નવરંગ નિશુલ્ક ગરબા કોચિંગ ક્લાસ નું આયોજન કરવામાં આવેલ છે. તા.૨૭ થી તા.૦૯ ઓકટો. સુધી બહેનો માટે સાંજે ૬થી ૭ તથા ભાઈઓ માટે રાત્રે ૯ થી ૧૦ નિષ્ણાંત દાંડીયા ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ દાંડીયાના વિવિધ સ્ટેપ્સ, તાલ અને રમઝટની વિશેષ તાલીમ આપવામાં આવશે.
આ કાર્યક્રમનો ઉદ્ધાટન સમારોહમાં મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડો.માધવભાઈ દવે- શહેર ભા.જ.પ પ્રમુખ, ડો. નેહલભાઈ શુક્લ- મેયર, માંધાતાસિંહજી જાડેજા, મહામંત્રી લલિતભાઈ વાડોલિયા, યોગેન્દ્રસિંહ જાડેજા, દક્ષાબેન વસાણી-માન. ડેપ્યુટી મેયર, પરેશભાઈ પીપળીયા-ચેરમેન સ્ટેગિં કમિટી, ડો. હિરેનભાઈ ખીમાણિયા- માન. નેતા-શાસક પક્ષ, વી.પી. વૈષ્ણવ, અતુલ કોઠારી, મયુરસિંહ જાડેજા, મિલનભાઈ કોઠારી, રાજદીપસિંહ જાડેજા, શાંતુભાઇ રૂપારેલીયા, રાજુભાઈ ધ્રુવ, ઋષભભાઈ ગોવાણી, પાર્થભાઈ ગણાત્રા, ભરતભાઈ દોશી, ગીરીશભાઈ મહેતા, અમિતભાઈ ત્રાંબડિયા, દર્શનાબેન પટેલ, અમીષાબેન દેસાઈ, જલ્પાબેન પતીરા, રાજકોટ મહાનગરપાલિકા ના કોર્પોરેટરો, રાજકોટ શહેરના તમામ મોરચાના કાર્યકર્તાઓ, જુદાજુદા વોર્ડના વોર્ડ પ્રમુખઓ તથા વોર્ડ ના સંગઠન ના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ શહેરના હોદેદારઓ તથા રાજકોટ શહેર ના શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે મંત્રી રીવાબા જાડેજા જણાવેલ કે નવરાત્રી માત્ર ઉત્સવ નહી પરંતુ આપણી સાંસ્કળતિક, પરંપરા અને સામાજિક એકતા નું પ્રતિક છે અને આવા આયોજનો યુવા પેઢી ને ભારતીય સાથે જોડવાનું મહત્વ પૂર્ણ કાર્ય કરે છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે તથા મેયર નેહલભાઈ શુક્લ એ પણ આવું સુંદર નિશુલ્ક ગરબા કોચિંગ ક્લાસ નું આયોજન બદલ ડો.દર્શિતા શાહ ને અભિનંદન પાઠવેલ આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શિતા શાહ દ્રારા જણાવેલ કે રાજકોટ નાં યુવા ધન અને નાગરિકોને નિશુલ્ક ગરબા કોચિંગ ક્લાસથી તાલીમ આપવામાં આવશે અને બહોળી સંખ્યા આ નમો નવરંગ નિશુલ્ક ગરબા કોચિંગ ક્લાસ નો લાભ લેવા યુવાનો ને તથા શહેરીજનો ને અપીલ કરેલ છે.
(3:24 PM IST)










