<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે ‘સામૂહિક ભાગીદારી' જરૂરીઃ હર્ષ સંઘવી

વિશ્‍વ પ્રવાસન દિવસે ગિફ્‌ટ સિટી ખાતે ‘ગુજરાત પ્રવાસન વર્ષ'ની ઉજવણી : નાયબ મુખ્‍યમંત્રીના હસ્‍તે ‘ગુજરાત પ્રવાસન વર્ષ'નો લોગો અને ‘ગુજરાત ફિલ્‍મ શૂટિંગ પરમિશન પોર્ટલ' લોન્‍ચ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ગિફ્‌ટ સિટી, ગાંધીનગર ખાતે નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીની અધ્‍યક્ષતામાં ‘વિશ્વ પ્રવાસન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રવાસન રાજ્‍યમંત્રી ડૉ. જયરામભાઈ ગામિત ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે ‘ગુજરાત પ્રવાસન વર્ષ'નો અધિકળત લોગો જાહેર કરવામાં આવ્‍યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ અને યાદગાર અનુભવ પૂરો પાડવા માટે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ ભાગીદારોએ સામૂહિક ભાગીદારીથી કાર્ય કરવું પડશે. હોટેલ્‍સ, રેસ્‍ટોરન્‍ટ્‍સ, ટૂર ઓપરેટર્સ તેમજ ટેક્‍સી-રિક્ષા ચાલકો સહિતના તમામ સ્‍ટેકહોલ્‍ડર્સ જો ‘સ્‍વચ્‍છતા', ‘સ્‍વાસ્‍થ્‍ય' અને ‘સોફ્‌ટ સ્‍પોકન સ્‍કિલ' એમ ત્રણ બાબતો પર ખાસ ધ્‍યાન કેન્‍દ્રિત કરશે, તો ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર બુલેટ ટ્રેન કરતાં પણ વધુ ઝડપે પ્રગતિ કરશે અને સરકાર આ માટે પૂરતો સહયોગ પૂરો પાડશે.

સોમનાથ, અંબાજી, પાવાગઢ અને દ્વારકા જેવા ધાર્મિક તથા આધ્‍યાત્‍મિક સ્‍થળો પર થઈ રહેલા મોટા પાયાના વિકાસ કાર્યોની સાથે સ્‍થાનિક કક્ષાએ સ્‍વચ્‍છતા અને નાગરિક ફરજોની જાળવણી એ એક સામાજિક ક્રાંતિ સમાન છે. દરેક સાંસ્‍કળતિક કાર્યક્રમો કે તહેવારોને પ્રવાસન સાથે સાંકળવામાં આવે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત પ્રવાસન ઇકોસિસ્‍ટમને વધુ સુદ્રઢ બનાવવા માટે સ્‍પોર્ટ્‍સ, ટેકનોલોજી, કૌશલ્‍ય તાલીમ અને શિક્ષણ ક્ષેત્રે 08 MoU સંપન્ન કરવામાં આવ્‍યા હતા. જેમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘હાયરોક્‍સ/ આયર્નમેન' સાથે સ્‍પોર્ટ્‍સ ટૂરિઝમ માટે, ‘બૂક માય શો' સાથે ડિજિટલ ટિકિટિંગ માટે તથા કચ્‍છ યુનિવર્સિટી, અમદાવાદ મેનેજમેન્‍ટ એસોસિએશન, SVNIT, કૌશલ્‍ય-ધ સ્‍કીલ યુનિવર્સિટી, ટાટા કોમ્‍યુનિટી ઇનિશિયેટિવ્‍સ ટ્રસ્‍ટ (ટાટા સ્‍ટ્રાઇવ) અને EDII સાથે કૌશલ્‍ય વિકાસ માટેની ભાગીદારીનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ દરમિયાન ગીર સોમનાથના હોમસ્‍ટે સંચાલક  પાર્થ હડિયા અને કચ્‍છના ટૂરિસ્‍ટ ગાઇડ કેતન ગિરી ગોસ્‍વામી જેવા સ્‍થાનિક સ્‍ટેકહોલ્‍ડર્સે પોતાની સફળતાની ગાથાઓ રજૂ કરી હતી. સાથે જ, રાજ્‍યના કેટલાક હોમસ્‍ટે સંચાલકો અને ટૂર ગાઇડ્‍સને ‘ટૂરિઝમ ચેમ્‍પિયન્‍સ' તરીકે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ સમારોહમાં 'Hospitality, MICE & Investment' વિષય પર ઉચ્‍ચસ્‍તરીય પેનલ ચર્ચા યોજાઈ હતી તેમજ રાજ્‍યના કારીગરો દ્વારા મીનાકારી, કાષ્ઠકલા અને અકીક પથ્‍થરની કારીગરીનું જીવંત નિદર્શન પણ રજૂ કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમના પ્રારંભે પ્રવાસન સચિવ ડૉ. કુલદીપ આર્ય દ્વારા સમગ્ર કાર્યક્રમની વિસ્‍તળત ભૂમિકા આપીને સૌનું શાબ્‍દિક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્‍ટર ડૉ. વિપિન ગર્ગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્‍ય સચિવ રમેશ મેરજા સહિત વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સહિત પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા નાગરિકો, હોટેલિયર્સ અને ટૂર ઓપરેટર્સ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:49 PM IST)