<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

જસદણ તાલુકા બ્રહ્મ સમાજના અગ્રણી અને આટકોટના નિવાસી ચેતનભાઈ પંચોળીનું હૃદયરોગના તીવ્ર હુમલાને કારણે દુઃખદ અવસાન થયું છે. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા અને ભાજપના પાયાના અગ્રણી ગણાતા ચેતનભાઈ પંચોળી શ્રી ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આટકોટની કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓના 'પાલક પિતા' તરીકે ઓળખાતા હતા. અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હૃદયરોગના તીવ્ર હુમલાથી તેમનું નિધન થતાં આટકોટ સહિત સમગ્ર જસદણ પંથકમાં ઘેરો શોક છવાઈ ગયો છે. (વિજય વસાણી, આટકોટ)4:34 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST