તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
રીબડા રહેતાં યુપીના યુવાન સરોજનું શાપર પાસે આઇશર ટ્રકની ઠોકરે મોત
ચાલીને જતો હતો ત્યારે બનાવઃ ટ્રક મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૫: શાપર વેરાવળમાં જીવલેણ વાહન અકસ્માત સર્જાયો છે. જેમાં હાલ રીબડા રહેતાં મુળ ઉત્તરપ્રદેશના ૩૫ વર્ષના યુવાનનું મોત થયું છે. આ યુવાન ચાલીને કોઇ કામ માટે જતો હતો ત્યારે ટ્રકનો ચાલક ઠોકરે લઇ વાહન મુકી ભાગી ગયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ રીબડામાં નીવા ગ્રીન કંપની નજીક રહેતો અને કારખાનામાં કામ કરતો સરોજકુમાર બેસનરામ જાટવ (ઉ.વ.૩૫) નામનો યુવાન શાપર વેરાવળમાં શાક માર્કેટ પાસે ચાલીને જઇ રહ્યો હતો ત્યારે અજાણ્યો આઇશર ટ્રકનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી.
ગંભીર હાલતમાં યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેના સગા પરિચીતોને જાણ થતાં તેઓ પણ રાજકોટ પહોંચ્યા હતાં. જો કે સારવાર દરમિયાન સરોજકુમારે દમ તોડી દીધો હતો. શાપર પોલીસને રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવમાં શાપર પોલીસે રીબડામા ંરહેતાં રૂચીતભાઇ હરેશભાઇ પાનસુરીયાની ફરિયાદ પરથી આઇશર જીજે૦૩બીટી-૪૦૭૩ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રૂચીતભાઇએ વ્હોટ્એપ ગ્રુપમાં અકસ્માતનો ફોટો જોતાં આ ઘટનાની તેમને ખબર પડી હતી.
શાપરમાં હરિસિંગે પત્નિના વિયોગમાં ઝેર પીધું
બીજા બનાવમાં શાપર શાંતિધામમા રહેતાં હરિસિંગ જાદવ (ઉ.વ.૪૫) નામના આધેડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં શાપર પોલીસે કાર્યવાહી કરી હતી. હરિસિંગ કારખાનામાં કામ કરે છે અને તેને બે પુત્ર છે. બે વર્ષ પહેલા પત્નિનું મૃત્યુથ તાં વિયોગમાં પગલુ ભર્યાનું ખુલ્યું હતું.
(11:28 AM IST)










