તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th October 2025
યાત્રાધામ અંબાજી ખાતે જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં 108 કુંડી મહાયજ્ઞ: તડામાર તૈયારી
ત્રણ દિવસીય આ મહાયજ્ઞમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય વિશેષ ઉપસ્થિત રહેશે: રાજ્યના સાધુ-સંતો પણ ઉપસ્થિત રહેશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમાં હાજરી આપશે.

આવતીકાલે યાત્રાધામ અંબાજી ખાતે જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં 108 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. ત્રણ દિવસીય આ મહાયજ્ઞમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય વિશેષ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત રાજ્યના સાધુ-સંતો પણ ઉપસ્થિત રહેશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમાં હાજરી આપશે. હાલ કાર્યક્રમના સ્થળે વરસાદના કારણે પાણી ભરાયા છે. પરંતુ સ્વંયસેવકો વ્યવસ્થા જાળવવા માટે પ્રયાસરત છે. જો વરસાદી પાણીનો નીકાલ નહીં થાય તો 101 કુંડીને બદલે 21 કુંડી મહાયજ્ઞ કરાશે. મહાયજ્ઞના આયોજક મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિ અટકાવવાના હેતુથી આ યજ્ઞનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં વનવાસી ભાઈઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
