<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી

પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:હિમાલયના પ્રકૃતિના ગોદમાં વસેલા પડોશી દેશ નેપાળમાંથી કુદરતી આફત અને માનવસહારના કાળજું ચીરી નાખતા અત્યંત ચોંકાવનારા, ખૌફનાક અને સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે! નેપાળમાં છેલ્લા અઢી મહિનામાં કુદરતનો એવો તો પ્રકોપ વરવ્યો છે કે આ ત્રીજી મોટી હોનારત સર્જાઈ છે. તાજા બનાવમાં, નેપાળના એક દુર્ગમ પર્વત પર આવેલા ક્રક ગામ નજીક અચાનક જ પર્વતની કાચી અને કમજોર માટી તથા વિશાળ ચટ્ટાનો તૂટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો અને ઊંચા પહાડી વિસ્તારમાં રહેતા લોકોએ જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવું પડ્યું હતું. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, પહાડનો મોટો ભાગ તૂટીને નીચે પડવાથી અનેક મકાનો અને રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચી છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જો કે, ખરાબ હવામાનને કારણે રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મનાસ્લુ ક્ષેત્ર અગાઉ પણ પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોનો સામનો કરી ચૂક્યું છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સર્જાયેલી મોટી આપત્તિના ઘા હજુ રૂઝાયા નથી ત્યાં તાજેતરની આ ઘટનાએ લોકોમાં ફરી એકવાર ભારે ડર પેદા કરી દીધો છે. આ દુર્ઘટનાને કારણે પ્રવાસન પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક સ્તરે થતી અવરજવર પણ પ્રભાવિત થવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે.

 

(5:51 PM IST)