<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી

દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:મેડિકલ સાયન્સ અને બાયોટેકનોલોજીના ઇતિહાસમાં એક અત્યંત ચોંકાવનારો, અદ્ભુત અને સનસનાટીભર્યો નવો અધ્યાય શરૂ થયો છે! વિશ્વભરના કેન્સરના દર્દીઓ માટે યમદૂત સમાન સાબિત થતા આ ભયાનક રોગને નેસ્તનાબૂદ કરવા માટે સંશોધકોએ નેનોપાર્ટિક્લ્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકદમ સચોટ અને પર્સનલાઈઝ્ડ વેક્સિન (વ્યક્તિગત રસી) તૈયાર કરી લીધી છે.

આ સંશોધનમાં વૈજ્ઞાાનિકોએ એમ-૧૩ નામના હાનિકારક ન હોય તેવા બેક્ટેરિયોફેજ (બેક્ટેરિયાને ચેપ લગાડતો વાયરસ)નો ઉપયોગ કર્યો છે. આ વાયરસને ખાસ રીતે મોડિફાય કરીને નેનોફાઇબર એટલે કે અત્યંત સૂક્ષ્મ તંતુના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેની સપાટી પર કેન્સરના ચોક્કસ પ્રોટીન એટલે કે એન્ટિજન લગાવવામાં આવે છે. આ એન્ટિજન શરીરની રોગપ્રતિકારક શક્તિને કેન્સરના કોષો ઓળખવામાં મદદ કરે છે.
સંશોધનની ખાસિયત એ છે કે વૈજ્ઞાાનિકો આ નેનોપાર્ટિકલ્સની સપાટી પર કેટલા પ્રમાણમાં એન્ટિજન રાખવા તે નિયંત્રિત કરી શકે છે. આ પ્રયોગ દરમિયાન સંશોધકોએ એન્ટિજનની ઘનતા ૬ ટકાથી ૭૦ ટકા સુધી રાખવામાં સફળતા મેળવી હતી. ઉંદરો પર કરવામાં આવેલા પરીક્ષણમાં ૩૫ ટકા એન્ટિજન ધરાવતી વેક્સિન વધુ અસરકારક સાબિત થઈ હતી. આ વેક્સિન લીધેલા ઉંદરોમાં કેન્સરના કોષો સામે લડતા ટી-સેલ્સની સંખ્યા પણ વધુ જોવા મળી હતી.
અન્ય એક પ્રયોગમાં સંશોધકોએ આંતરડાના કેન્સર સાથે સંકળાયેલા છઘઁય્ણ નામના નીઓએન્ટિજનનો ઉપયોગ કરીને વેક્સિન તૈયાર કરી હતી. આ વેક્સિન મેળવનારા ઉંદરોમાં આંતરડાના ટયૂમર વિકસવાની શક્યતા નોંધપાત્ર રીતે ઓછી જોવા મળી હતી.

(5:50 PM IST)