પોલીસ તેને શોધતી રહી, શ્રદ્ધા દુબે મીડિયા સમક્ષ હાજર થઈ, કહ્યું- 'તે આત્મહત્યા હતી, હત્યા નહીં, હું નિર્દોષ છું' : ઉદ્યોગપતિ શિવ શર્માના મૃત્યુ કેસની આરોપી શ્રદ્ધા દુબે પહેલી વાર મીડિયા સમક્ષ હાજર થઈ. તેણીએ પોતાની નિર્દોષતા જાહેર કરી અને દાવો કર્યો કે શિવાએ હત્યા નહીં પણ આત્મહત્યા કરી છે 11:28 PM IST
મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરીંગ બાદનો બીજો વીડિયો વાયરલ : ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા ખુદ ટાઈગરે સંભાળી સ્ટિયરિંગ વ્હીલની કમાન અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ પહોંચાડ્યો : જુઓ વિડીયો : ફૂટબોલ ગ્રાઉન્ડ બહાર ગાડી પર પાંચ રાઉન્ડ ગોળીબાર થયા બાદ સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો : કારના દરવાજા અને રસ્તા પર લોહીના નિશાન જોવા મળ્યા10:25 PM IST
ભારતમાં ગરીબોની સંખ્યામાં અંદાજે 62.7 કરોડનો ઘટાડો થયો: દક્ષિણ કોરિયાના અર્થશાસ્ત્રી ક્યુન્ઘૂન કિમે પ્રશંશા કરી : તેમના મતે, છેલ્લા દાયકાઓમાં ભારતનું જીવનધોરણ સુધર્યું અને અમીર દેશો સાથેનું આવકનું અંતર ઘટ્યું:ગરીબીમાં ઘટાડો અને GDPમાં વધારો દેશની આર્થિક પ્રગતિની મહત્વપૂર્ણ તસવીર રજૂ કરે છે.11:38 PM IST
મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગની જવાબદારી બિશ્નોઈ ગેંગે સ્વીકારી : બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને પણ આપી ગંભીર ધમકી : સોશિયલ મીડિયા પર અનિલ પંડિતના નામે વાયરલ થયેલી પોસ્ટની પોલીસ દ્વારા તપાસ શરૂ : સલમાન ખાન સાથે કામ કરનારાઓ અને માંગણીઓ નહીં સ્વીકારનારાઓને નિશાન બનાવવાની આપી ચેતવણી10:27 PM IST
"આવો, લડી લઈએ' : ચંદ્રશેખર આઝાદે સીએમ યોગીને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો:કહ્યું-"જો હું ચૂંટણી હારીશ, તો હું રાજકારણ છોડી દઈશ. : અમરોહાના હસનપુરમાં ચૂંટણી રેલી દરમિયાન, નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે યુપીના સીએમ યોગી આદિત્યનાથને ખુલ્લો પડકાર આપ્યો:તેમણે જાહેર કહ્યું કે તે બિજનૌર જિલ્લાની કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડશે અને કહ્યું કે જો તેઓ કોઈપણ બેઈમાની વિના ચૂંટણી જીતી શકશે નહીં, તો તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ લેશે.11:09 PM IST
રશિયા-યુક્રેન યુદ્ધનો નાટો દેશ સુધી પડઘો : રોમાનિયાની હવાઈસેનાએ પોતાના હવાઈક્ષેત્રમાં ઘૂસેલાં બે માનવરહિત વિમાનો તોડી પાડ્યાં: બ્લેક સી - કાળા સમુદ્ર ઉપર લડાકુ વિમાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી : રશિયન બનાવટનાં અત્યાધુનિક ગેરાન શ્રેણીનાં વિમાનો હોવાની આશંકા, મંગળવારે નાટોની મહત્વપૂર્ણ બેઠક : ઘટના અગાઉ રોમાનિયાના દરિયાકાંઠે બે આરાસાયણિક પદાર્થો વહન કરતાં જહાજો ઉપર માનવરહિત વિમાનો વડે હુમલા થયા, તે ઘટનાઓમાં ગુમ થયેલા સાત નાવિકોની શોધખોળ હજુ ચાલુ10:31 PM IST
જાપાનના ૧૨૦ વર્ષ જૂના ઐતિહાસિક 'કોબે ઇન્ડિયા ક્લબ' ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું પ્રવાસી ગુજરાતીઓ સાથે સંવાદ સત્ર : ગુજરાતના MSME ઉદ્યોગો માટે વૈશ્વિક વેપારી ભાગીદારી વધારવા પર ભાર : જૈન દેરાસરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ માત્ર ઔપચારિક મુલાકાતોથી ઉપર ઉઠીને સતત સંવાદ અને મજબૂત બિઝનેસ પાર્ટનરશીપનું માળખું રચવા કરી અપીલ8:46 PM IST
પાકિસ્તાનમાં ૨૦૦ વર્ષ જૂના ઐતિહાસિક રામલીલા મંદિરને જમીનદોસ્ત કરવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ: ભારે હોબાળા બાદ વહીવટીતંત્રે સીલ માર્યું : કોમર્શિયલ પ્લાઝા બનાવવા માટે ઐતિહાસિક ધાર્મિક વારસા પર બુલડોઝર ફેરવવાનો કારસો: સ્થાનિક હિન્દુ સમુદાય અને નાગરિક સમાજના ઉગ્ર આક્રોશ સામે પાકિસ્તાન સરકારે નમતું જોખ્યું8:40 PM IST
દિલ્હીમાં ઇનોવેશનનો નવો અરૂણોદય: 'ગો-દિલ્હી ફાઉન્ડેશન'ને કેબિનેટની લીલી ઝંડી : સ્ટાર્ટઅપ્સ માટે ₹50 કરોડના ભંડોળની જાહેરાત : યુવાનો અને સંશોધકોના વિચારોને બિઝનેસમાં બદલવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો નિર્ણય: MSMEs, ટેકનોલોજી અને ગવર્નન્સ માટે એક છત નીચે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતું હબ-એન્ડ-સ્પોક મોડેલ આકાર પામશે7:45 PM IST
કુરુક્ષેત્રની ગીતા સંદેશ સ્થળી ખાતે પૂ. મોરારિબાપુનાં વ્યાસાસને પહોંચી 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા : "ભારત એક અદભૂત સ્વસ્તિક છે જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે" - પૂ. બાપુ : મથુરાથી પ્રયાણ કરી કુરુક્ષેત્ર પહોંચેલી વિશેષ રામકથા ગાડી : બાપુએ ભજનથી દૂર થવાના લક્ષણો સમજાવી પંજાબના વાઘા અટારી સરહદ તરફ કર્યું પ્રસ્થાન5:33 PM IST
કોલકાતા - ગ્વાલિયર સહિતની દુર્ઘટનાઓમાં મૃતકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ: પરિવારો માટે ₹6 લાખની સહાય જાહેર : વિવિધ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને આર્થિક સહાય; કોલકાતાના મૃતકોના પરિવારોને ₹2.85 લાખ, ગ્વાલિયરના પરિવારોને ₹1.95 લાખ અને ગુજરાતની બોઈલર દુર્ઘટનાના પીડિત પરિવારોને ₹1.20 લાખની સહાય.1:13 PM IST
જમીનમાં એક પણ સોનાની ખાણ ન હોવા છતાં વિશ્વભરમાં સોનાનો સૌથી મોટો નિકાસકાર કેમ છે સ્વિટ્ઝરલેન્ડ? જાણો સ્વિસ રિફાઇનરીઓનું અચંબિત કરનારું રહસ્ય અને ભારત સાથેનું તેનું ગાઢ જોડાણ : વર્લ્ડ ક્લાસ રિફાઇનરીઓ અને શુદ્ધિકરણની અદભુત ટેક્નોલોજીને આભારી છે સ્વિસ ગોલ્ડ માર્કેટનો દબદબો; ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ જ યુરોપિયન દેશ પાસેથી કરે છે આયાત9:26 PM IST
કોલકાતાના ચર્ચિત ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં સપ્તમીની સાંજે ભારે ભીડ વચ્ચે મચી નાસભાગ: સર્જાયેલી દુર્ઘટનામાં ૧૫થી વધુ ભક્તો ઘાયલ, હોસ્પિટલમાં સારવાર ચાલુ : મહા સપ્તમીના ઉત્સાહ વચ્ચે વરસાદના કારણે પંડાલમાં ઉમટેલી અદભુત ભીડથી સર્જાયું અરાજકતાનું વાતાવરણ; આયોજકો પોલીસ સ્ટેશને તેડાવાયા અને મૂર્તિ દર્શન અસ્થાયી રૂપે કરાયા સ્થગિત9:51 PM IST
કોરોના મટી ગયા પછી પણ કેમ સતત અનુભવાય છે થાક અને નબળાઈ? ICMRના નૂતન સંશોધનમાં 'લોંગ કોવિડ' અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો : જર્નલ ઓફ મેડિકલ વાયરોલોજીમાં પ્રકાશિત ભારતીય વૈજ્ઞાનિકોનો અભ્યાસ; એન્ટિબોડીની ગુણવત્તા અને રોગપ્રતિકારક શક્તિમાં તાલમેલના અભાવને કારણે દર્દીઓને લાંબા સમય સુધી થાય છે શારીરિક તકલીફો9:57 PM IST
ખેતીની વારસાઈ જમીન વેચતા પહેલાં જાણી લો સુપ્રીમ કોર્ટનો આ અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો: હવે પરિવારના પ્રથમ હક્કદાર સભ્યોને આપવી પડશે ખરીદીની પ્રાથમિક તક : હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની કલમ ૨૨ હેઠળ ખેતીની જમીન પણ આવરી લેવાઈ; વસિયતનામું ન બન્યું હોય તેવા કિસ્સામાં ક્લાસ-૧ વારસદારોની મંજૂરી વિના બારોબાર વેચાણ કરનાર મુકાશે કાનૂની મુશ્કેલીમાં9:59 PM IST
કોલકાતાના ચોર્બાગાન દુર્ગા પૂજા પંડાલમાં સર્જાઈ ગોઝારી દુર્ઘટના : મચી ગયેલી ભાગદોડમાં ૧૭ લોકોનાં કરૂણ મોત : ઇજાગ્રસ્ત 30 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા : મૃત્યુ પામેલા ૧૭ લોકોમાં ૩ પુરુષો, ૧ બાળક અને ૧૩ મહિલાઓનો સમાવેશ : વરસાદ શરૂ થતાં પંડાલ બહાર ભીડ વધતા સર્જાઈ અફરાતફરી : મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ હોસ્પિટલ પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો10:20 PM IST
કર્ણાટકમાં રાજકીય હલચલ તેજ: પુર્વ સીએમ સિદ્ધારમૈયાને મળવા મૈસૂર પહોંચ્યા ડી.કે. શિવકુમાર, બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે બંધ બારણે યોજાયેલી લાંબી બેઠકથી રાજકારણમાં ગરમાવો : પુર્વ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી વચ્ચેની આ ગુપ્ત મુલાકાતને લઈને રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ; આગામી રણનીતિને લઈને ચર્ચા થયાની પ્રબળ શક્યતા10:48 PM IST
કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં ભીષણ નાસભાગ સર્જાતા ૧૭ લોકોના કરુણ મોત: વડાપ્રધાન દ્વારા મૃતકોના પરિવારજનોને ₹૨ લાખ તથા ઘાયલોને ₹૫૦,૦૦૦ ની આર્થિક સહાયની જાહેરાત : ચોરબાગાન પંડાલમાં વરસાદ વચ્ચે ભીડ ઉમટવાથી ઘટેલી દુર્ઘટના પર પીએમ મોદી અને ગૃહમંત્રી દ્વારા ઊંડો શોક વ્યક્ત કરી ઈજાગ્રસ્તોની સહાયના આદેશ12:05 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાનર્મદાના કરજણ બ્રિજ નિર્માણમાં નબળી ગુણવત્તા સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લાલ આંખ : સુરતના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયો : ૨૦૨૦માં બનેલા બ્રિજનો પાયો બેસી જવાની ગંભીર ક્ષતિ બાદ ક્વોલિટી કંટ્રોલ તપાસમાં મોટા છબરડા ઉજાગર : બેદરકાર અધિકારીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહીના આદેશ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપનાવવામાં આવેલી ‘જે કહેવું તે કરવું’ ની કાર્યશૈલીને સાર્થક કરતા મુખ્યમંત્રી6:35 PM IST
ભક્તિ અને ગુજરાતી સંસ્કૃતિના રંગે રંગાયું કલ્ચરલનું આંગણું : સાતમા નોરતે નિશા ઉપાધ્યાય કાપડિયાના સુમધુર કંઠે ગરબાની રમઝટ : ઉચ્ચ શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ અને યુનિવર્સિટીઓના કુલપતિઓએ માણ્યો કલ્ચરલના ગરબાનો આનંદ:કોલમ્બિયાથી આવેલા વિદેશી મહેમાનો ગુજરાતી પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમ્યા : દિવ્યાંગ દીકરીઓ માટે મુખ્ય ગ્રાઉન્ડમાં વ્યવસ્થા સાથે સમરસતાનો સંદેશ6:44 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ધી કાલુપુર કોર્મશિયલ કો- ઓપરેટિવ બેંક દ્વારા 'આનંદ અર્પણનો' કાર્યક્રમ યોજાયો : નાણાકીય સીમાઓથી ઉપર ઉઠીને કાલુપુર બેંકે માનવસેવાનું અદ્ભુત પુણ્યકાર્ય કર્યું છે; વિદ્યા, ધન અને બળનો સદઉપયોગ લોકકલ્યાણ માટે થવો જોઈએ: સાચી માનવતા એ છે જે પોતાની સાથે અન્યની પણ ચિંતા કરે: કાલુપુર બેંકનું લોકકલ્યાણકારી કાર્ય સમગ્ર સમાજ માટે અનુકરણીય પ્રેરણાસ્ત્રોત:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી 6:03 PM IST
રણુંધામમાં મા તુલજા ભવાનીના દર્શને ઉમટ્યું શ્રદ્ધાનું ઘોડાપૂર: વર્ષમાં એક જ વાર થાય છે રાજવી સુવર્ણ ઘરેણાંનો શણગાર : પાદરાના રણું ગામે આસો નવરાત્રિની આઠમ નિમિત્તે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો; ગાયકવાડ રાજપરિવારનાં ઐતિહાસિક સોનાનાં અલંકારોથી સજ્યાં મા તુલજા ભવાની, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શને પહોંચ્યા.1:18 PM IST
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં ભંગારના ડેલામાં હિટના ખાલી ડબ્બા પ્રેસ કરતી વખતે વિસ્ફોટ સાથે ભીષણ આગ: ઉત્તર પ્રદેશના ૩ મજૂરો દાઝ્યા : જુઓ વિડિયો : હિટના ખાલી ડબ્બામાંથી ગેસ-કેમિકલની પ્રતિક્રિયા થતાં આગ ભભૂકી: કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમે સમયસર પહોંચી રૂ. ૭ લાખનો માલસામાન બચાવ્યો, ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સિવિલ ખસેડાયા7:59 PM IST
રાજકોટની સોની બજારમાં ૧૯ વર્ષના સચીન મીણાના વાહનમાં લિફટ લઇ છરી બતાવી ૪ લાખના સોનાની લૂંટ : મેરે પૈર મેં ચોટ આઇ હૈ, આગે તક છોડ દે કહી અજાણ્યો શખ્સ પાછળ બેઠોઃ આગળ જતાં છરી અડાડી લૂંટી લીધો : મુળ રાજસ્થાનનો યુવાન જ્યાં કામ કરે છે ત્યાંથી કોઠારીયા ચોકી પાસેની દુકાને જઇ સોનાના તારની લગડી દેવા જતો હતો ત્યારે દુકાન નજીકથી જ લૂંટારૂ લિફટના બહાને બેસી ગયો હતોઃ ચિલ્લાયા તો છરી ઘુસેડ દુંગા કહી લગડી કાઢી લીધી અને કહ્યું-એક્ટીવા મોડ કે પીછે જા નહિ તો ચાકૂ ઘુસેડ દુંગાં: એ-ડિવીઝન પોલીસે, ક્રાઇમ બ્રાંચ, એલસીબીએ તપાસ આદરી ભેદ ઉકેલાઇ જવાની આશા2:29 PM IST
રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં નવીનીકરણ પામેલી પોલીસ ચોકીનું બ્રજેશકુમાર ઝાના હસ્તે લોકાર્પણ : સ્વ. હરીભાઈ ધવાની સ્મૃતિમાં પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવા અને વેપારી અગ્રણીઓના સહયોગથી પોલીસ ચોકીને મળ્યો નવો ઓપ : પોલીસ અને પ્રજા વચ્ચે સહકારનું પ્રેરણાદાયી ઉદાહરણ : પોલીસ ચોકીના નવીનીકરણ માટે પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવાએ ઉઠાવેલી જહેમત અને સતત કરેલા પ્રયત્નોની ચોમેર પ્રશંસા : ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વેપારી અગ્રણીઓ અને સ્થાનિક રહેવાસીઓની વિશેષ ઉપસ્થિતિ10:42 AM IST
મોરબીના રાજમાતાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન : રાજવી પરંપરાથી રાજમાતાની અંતિમ ઈચ્છા મુજબ મોરબીમાં અપાઈ અંતિમ વિદાય:તા. ૨૨ ને ગુરૂવારે સવારે 8 થી 10 મોરબીના ન્યુ પેલેસ ખાતે બેસણું : મોરબી રાજમાતાના અંતિમ દર્શન કરવા, રાજપુત સમાજ, સામાન્ય માણસથી લઇ, વિવિધ સમાજ, સંગઠનના હોદેદારો, રાજકીય આગેવાનો, ઉદ્યોગ જગત સંગઠનના પ્રમુખોસહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા.10:47 PM IST
મોરબીમાં મંગળવારે મહંતસ્વામી મહારાજનું આગમન : 16 દિવસ કરશે રોકાણ.: નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનો ત્રિદિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. : 23 થી 25 ઓક્ટોબર દરમિયાન મહંતસ્વામી મહારાજના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા સંપન્ન થશે: ઠાકોરજીની શોભાયાત્રા, મહાયજ્ઞ સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન.10:38 PM IST
કોઈ પણ સરકાર આવે, દારૂ ક્યારેય બંધ ન થાય, માત્ર કંટ્રોલ કરી શકાય' તેવું નિવેદન ભારે પડ્યું : ઢસા PSI જી.ડી. આહીરને લીવ રિઝર્વમાં મુકાયા : વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો: PSI જી.ડી. આહીરને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી લીવ રિઝર્વમાં મુકાયા :બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ સમગ્ર મામલાની તપાસ DySP મહર્ષિ રાવલને સોંપી7:15 PM IST
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત ત્રણ વિશાળ મેડિકલ કેમ્પ સંપન્ન : માનવસેવા યજ્ઞમાં સેંકડો દર્દીઓએ લીધો લાભ : ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી યોજાયેલા નેત્રયજ્ઞ, પલ્મોનોલોજી અને એન્ડોક્રાઇનોલોજી કેમ્પમાં અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ : નિષ્ણાત તબીબોએ આપી સેવાઓ5:29 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ભારત-ઝિમ્બાબ્વે મહિલા ટી-૨૦ શ્રેણી : શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની વિસ્ફોટક બેટિંગના દમ પર ભારતે ઝિમ્બાબ્વેને ૯ વિકેટે હરાવી પ્રથમવાર જીતી ટી-૨૦ શ્રેણી : રાયપુરના મેદાન પર રમાયેલી મેચમાં ભારતીય બોલરોનો દબદબો : ઝિમ્બાબ્વેને ૧૦૨ રનમાં સીમિત કર્યા બાદ શેફાલીની ધમાકેદાર અડધી સદીની મદદથી ભારતે ૧૦૩ રનનો લક્ષ્યાંક સહેલાઈથી પાર કર્યો11:15 PM IST
ઓકલૅન્ડમાં રાષ્ટ્રગીત વખતે વિરાટ કોહલીનો દેશભક્તિ દર્શાવતો ક્લોઝ-અપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: કિવિ બોલર્સની ખબર લઈને રચ્યો નવો ઇતિહાસ : મેચ અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન વિરાટની દેશભાવના જોઈને ચાહકો થયા મંત્રમુગ્ધ, ન્યૂઝીલૅન્ડ સામે શાનદાર અર્ધશતાંક ફટકારીને વન-ડે ક્રિકેટમાં નોંધાવ્યા અનેક રેકોર્ડ્સ.8:02 PM IST
ફૂટબોલ જગતના મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી કરી નિવૃત્તિની જાહેરાત : બે દાયકાની શાનદાર કારકિર્દીનો અંત : જુઓ વિડીયો : સોશિયલ મીડિયા પર ભાવુક વીડિયો મેસેજ શેર કરીને રોનાલ્ડોએ લીધો ઐતિહાસિક નિર્ણય : પોર્ટુગલ નેશનલ ટીમ માટે ઓલ-ટાઇમ ટોપ સ્કોરર અને સૌથી વધુ મેચ રમનાર ખેલાડી તરીકે છોડ્યો અદ્ભુત વારસો4:33 PM IST


















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





























































































































