News of Sunday, 18th October 2026
મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરીંગ બાદનો બીજો વીડિયો વાયરલ : ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા ખુદ ટાઈગરે સંભાળી સ્ટિયરિંગ વ્હીલની કમાન અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ પહોંચાડ્યો : જુઓ વિડીયો
ફૂટબોલ ગ્રાઉન્ડ બહાર ગાડી પર પાંચ રાઉન્ડ ગોળીબાર થયા બાદ સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો : કારના દરવાજા અને રસ્તા પર લોહીના નિશાન જોવા મળ્યા

#WATCH | Tiger Shroff Escapes Unhurt In Juhu Firing, Driver Hurt; Video Captures Incident
— Free Press Journal (@fpjindia) October 18, 2026
Reported by @Aashish_Singh_N #MumbaiNews #Juhufiring #TigerShroff #Mumbai pic.twitter.com/DxxWRhGTmP
મુંબઈ : મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારની ઘટનાનો વધુ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ગત ૧૮ ઑક્ટોબરના રોજ બનેલી આ ઘટના બાદ સામે આવેલા નવા ફૂટેજમાં અભિનેતા ટાઈગર શ્રોફ ખુદ કારની આગળની સીટ પરથી ડ્રાઈવિંગ સીટ પર બેસીને પોતાના ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ તરફ લઈ જતા નજરે પડે છે.
ઘટનાની દ્રશ્ય અને વાયરલ વીડિયોની વિગતો:
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ બીજા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગોળીબારની આ હૃદયદ્રાવક ઘટના પછી કારના દરવાજા પર તેમજ રસ્તા પર લોહીના નિશાન સાફ દેખાઈ રહ્યા છે. આ ભયાનક સ્થિતિ વચ્ચે પણ અભિનેતા ટાઈગર શ્રોફે હિંમત દાખવીને પેસેન્જર સીટમાંથી ડ્રાઈવિંગ સીટનો કબજો સંભાળી લીધો હતો. આ દરમિયાન ઘટનાસ્થળે ઉપસ્થિત ભીડ અને લોકો અભિનેતાને ઉતાવળ કરવા માટે કહી રહ્યા હતા અને "જલ્દી લેકે જાઓ ટાઈગર, ગો ફાસ્ટ, ભાઈ" તેવી બૂમો પાડી રહ્યા હતા.
અગાઉ સામે આવેલા એક અન્ય વીડિયોમાં ફૂટબોલ ગ્રાઉન્ડના એક્ઝિટ ગેટ પાસેથી ગાડી બહાર નીકળતી વખતે પ્રશંસકોની ભીડ જોવા મળી હતી અને ગાડી જેવી બહાર આવી કે તુરંત જ એક પછી એક પાંચ જેટલા ગોળીબારના અવાજો સંભળાયા હતા, જેના પગલે આસપાસના લોકોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. પત્રકાર આદિત્ય રાજ કૌલ દ્વારા પણ આ ફાયરીંગનો પ્રારંભિક વીડિયો પોતાના સત્તાવાર એક્સ (X) હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે.
#BREAKING: Attack on Bollywood Actor Tiger Shroff by gunmen of Lawrence Bishnoi gang captured on camera by a bystander. As the car exits the soccer ground in Juhu area of Mumbai in India, multiple shots fired. Injured can be heard screaming. Massive manhunt launched by cops. pic.twitter.com/1lWXl0qMul
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 18, 2026
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
