News of Sunday, 18th October 2026
વડોદરાના મકરપુરા GIDC માં મોટી દુર્ઘટના :વરસાદી કાંસમાં પડી જતાં માત્ર 19 વર્ષીય યુવતીનું મોત
યુવતીના 10 મહિના પહેલા જ લગ્ન થતા હતા:ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો

મકરપુરા GIDC માં આજે મોટી દુર્ઘટના ઘટી છે. વરસાદી કાંસમાં પડી જતાં માત્ર 19 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. માહિતી અનુસાર, યુવતીના 10 મહિના પહેલા જ લગ્ન થતા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બીજી તરફ ખુલ્લી કાંસ બાબતે તંત્રની (VMC) કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આરોપ છે કે ત્યાં આવેલ કંપનીઓનાં ગેરકાયદે દબાણો કારણે આ ઘટના બની અને યુવતીનો ભોગ લેવાયો છે. તંત્રની ઘોર બેદરકારીથી યુવતીનો જીવ ગયાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના મકરપુરા GIDC માં વરસાદી કાંસમાં ખાબકતા 19 વર્ષીય યુવતી અસ્મિતા કૈલાશનું કરુણ મોત નીપજ્યું છે. અસ્મિતાના લગ્ન થયા માત્ર 10 મહિના થયા હતા. તે વરસાદી કાંસમાં ડૂબી જતાં મોત થયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમને સૂચના અપાઈ હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે લગભગ દોઢ કલાકની ભારે મહેનત બાદ યુવતીનો મૃતદેહ કાંસમાંથી બહાર કાઢ્યો હતો.
આ કરુણ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. બીજી તરફ ખુલ્લી વરસાદી કાંસને કારણે આ દુર્ઘટના સર્જાયાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોમાં તંત્રની કામગીરી અને બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે, GIDC વિસ્તારમાં કંપનીઓના ગેરકાયદે દબાણોને કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અસરગ્રસ્ત થઈ છે અને આવી ઘટનાઓ સર્જાઈ રહી છે. તંત્રની ઘોર બેદરકારીથી નિર્દોષ યુવતીનો જીવ ગયાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. મકરપુરા GIDC વિસ્તારમાં વરસાદી કાંસોની સ્થિતિ, ખુલ્લી ગટરો અને ગેરકાયદે દબાણોને લઈ પહેલાં પણ ફરિયાદો થતી રહી છે. આ ઘટના બાદ સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવા અને ખુલ્લી કાંસોને સુરક્ષિત કરવાની માંગ કરી રહ્યા છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.'
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
