<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

મોરબીમાં શક્તિ ચેમ્બર નજીક બાઈક ચાલકે હડફેટે લેતા વૃદ્ધ મહિલાનું મોત.

બી ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર શક્તિ ચેમ્બર સામે ગત તા.13ના રોજ સવારના સમયે જીજે - 36 - બીસી - 3067 નંબરના બાઈક ચાલકે પુરઝડપે અને બેફામ રીતે મોટરસાયકલ ચલાવી રસ્તો ઓળંગી રહેલા મંજુલાબેન સાતોલા ઉ.60નેહડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા મંજુલાબેનનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બાઈક ચાલક નાસી જતા મૃતકના ભત્રીજા રમેશભાઈ બાબુભાઈ સાતોલા( રહે.ત્રાજપર વાળા) એ બી ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:36 PM IST)