<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

ભારતમાં કેટલાક રાજકારણીઓએ યુવાનોનો ઉપયોગ કરીને હિંસાનું કાવતરું ઘડ્યું: કિરન રિજિજુનો મોટો આરોપ

રિજિજુએ કહ્યું, "બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને ફ્રાન્સમાં થયેલા રમખાણો, આગચંપી અને લૂંટફાટ એ ભારત વિરુદ્ધ ઘડવામાં આવનાર સમાન કાવતરું હતું.

 નવી દિલ્હી :વિપક્ષના વિરોધ પ્રદર્શનો પર પ્રતિક્રિયા આપતા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, "બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને ફ્રાન્સમાં થયેલા રમખાણો, આગચંપી અને લૂંટફાટ એ ભારત વિરુદ્ધ ઘડવામાં આવનાર સમાન કાવતરું હતું. ભારત વિરોધી જૂથો અને કેટલાક રાજકારણીઓએ સાથે મળીને યુવાનોને ઉશ્કેરવા અને આપણા શેરીઓમાં હિંસા ફેલાવવાનું કાવતરું ઘડ્યું. પરંતુ આ ખતરનાક કાવતરાના ગુનેગારો ભૂલી ગયા કે ભારત ન તો બાંગ્લાદેશ છે કે ન તો ફ્રાન્સ. ભારતમાં સત્તા પરિવર્તન સંપૂર્ણપણે શક્ય છે - પરંતુ ફક્ત ચૂંટણી દ્વારા, સોરોસ દ્વારા નહીં."

(5:04 PM IST)