તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
વારાણસીથી પાર્સલ દ્વારા રાજકોટ રેલ્વે સ્ટેશને પહોંચેલો ૧૪ાા લાખનો કોપરનો જથ્થો જપ્ત
ડીવાયએપસી એચ. એમ. રાણાની રાહબરીમાં પીએઅસાઇ બી. જે. જાડેજા, કે. યુ. વાળાની ટીમની કાર્યવાહીઃ સંત કબીર રોડના ઉદય કાર્ગોના પાર્સલ હતાં: બીલ વગરનો માલ જીએસટી ચોરી માટે હેરફેર કરાયાની શક્યતાએ તપાસ

રાજકોટ તા. ૪: રેલવે પોલીસે વધુ એક વખત રેલ્વે પાર્સલમાં મોકલવામાં આવેલો ૧૪.૫૩ લાખનો કિંમતી ધાતુ (કોપર)નો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આ કોપરનો જથ્થો વારાણસીથી અહીં મોકલવામાં આવ્યો હતો અને રાજકોટના ઉદય કાર્ગોના સંચાલક દ્વારા મંગાવાયો હતો. . જીએસટીની ભરપાઈ ન કરવી પડે તે માટે બિલ વગર આ માલ વારાણસીથી મંગાવ્યાનું ખૂલતા આ અંગે પોલીસે કોપરનો આ જથ્થો શક પડતી મિલકત તરીકે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ પヘમિ રેલવેના અધિક મહાન નિર્દેશક કે.એન.ડામોર, પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બલભદ્રસિંહ જે.જાડેજા, કે.યુ.વાળા તથા ટીમ આગામી દિવાળીના તહેવારોને લઈ ટ્રેન મારફત દારૂ કે માદક પદાર્થનો જથ્થો તથા શંકાસ્પદ વસ્તુની હેરાફેરી ન થાય તે માટે તપાસમાં હતો. દરમિયાન કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ અને સાગરભાઇને એવી હકીકત મળી હતી કે, રેલવેમાં પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુને હેરફેર થઈ રહી છે. જેથી પોલીસની ટીમે અહીં પાર્સલમાં તપાસ કરતા રૂપિયા ૧૪,૫૩,૧૦૦ ની કિંમતનો ૧૩૨૧ કિલો કિંમતી ધાતુ કોપરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કોપરનો આ જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કર્યો હતો.
પોલીસે તપાસ કરતાં આ ધાતુનો જથ્થો રાજકોટના સંત કબીર રોડ પર આવેલા ઉદય કાગાના સંચાલક પ્રકાશભાઈ મારફત વારાણસીથી પાર્સલ મારફત મગાવવામાં આવ્યો હતો. જોકે જીએસટીની ભરપાઈ ન કરવી પડે તે માટે બિલ વગર આ જથ્થો વારાણસીથી અહીં મંગાવાયો હોવાની શક્યતા છે.
આ કામગીરીમાં રાજકોટ રેલવેના ડીવાયએસપી એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ બી.જે.જાડેજા, કે.યુ. વાળા, એએસઆઇ શક્તિસિંહ, હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ, મેહુલભાઈ, મનસુખભાઈ, વિપુલભાઈ, જયવીરસિંહ, વનરાજસિંહ કોન્સ્ટેબલ સાગરભાઇ, દિવ્યરાજસિંહ ે કરી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, જે શંકાસ્પદ ધાતુનો જથ્થો ઝડપાયો છે તે ઉદગ કાર્ગોનો છે અને ઉદય કાર્ગોની રેલવે પાર્સલ વિભાગમાં લીઝ છે. અગાઉ પણ આ કાર્ગો સર્વિસ દ્વારા આ રીતે શંકાસ્પદ માલની હેરાફેરી કરવામાં આવી હોવાનુ સામે આવ્યું છે. ત્યારે આ બાબતે તપાસ કરી કાર્ગો સર્વિસની લીઝ રદ કરવા કાર્યવાહી થઇ પણ થઇ શકે છે.
(2:28 PM IST)










