<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

ફટાકડાના ગેર કાયદેસર જથ્થા સાથે ગોડાઉનમાં એસઓજીનો દરોડો 6 લાખથી વધુનો મુદામાલ જપ્ત : આરોપી સચિન ભરાઈની ધરપકડ : જુઓ વિડિયો

બાતમીના આધારે બેડેશ્વર શક્તિ ફર્નિચરની બાજુમા આવેલ જમણી બાજુનું છેલ્લા ગોડાઉનમા દરોડો

જામનગર: નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈ.પી.એસ.) રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તેમજ જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા કોઈપણ પ્રકારે ગુન્હો આચરતા શખ્શો તેમજ ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરીને કમાણી કરનાર શખ્શોની સામે કાર્યવાહી કરવા તેમજ જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે સુચન કરેલ. તે અંગે વી.બી.ચૌધરી, પોલીસ ઇન્સપેક્ટર, ઈન્ચા. એસ.ઓ.જી., તથા પોલીસ સબ ઈન્સપેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી એ.વી.ખેર સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા તથા બળભદ્રસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજાને ખાનગીરાહે સંયુક્તમાં બાતમી હકિકત મળેલ કે બેડેશ્વર શક્તિ ફર્નિચરની બાજુમા આવેલ જમણી બાજુનું છેલ્લા ગોડાઉનમા સચીન બચુભાઈ ભારાઈ નામનો શખ્શ ગેરકાયદેસર અને પાસ-પરમીટ વગર વેચાણ કરવા સારૂ ફટાકડાનો જથ્થો લઈ આવી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી રાખેલ હોવાની હકિકત મળેલ હોય જેથી આ હકિક્ત બાબતે ચોક્કસ ખરાઈ કરી રેઈડ કરતા ગોડાઉનના વેપારી સચીન બચુભાઈ ભારાઈ ર)હેવાસી રબારી પાળો, જકાત નાકા પાસે, જામજોધપુર જી.જામનગર)એ પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતના લાયસન્સ પરવાના વગર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ રાખેલ હતો તેમજ ફાયર શેફટીના કોઈપણ સાધનો પાણીની ડોલ, સેન્ડ બકેટ વિગેરે પણ નહી રાખી લોકોની જીંદગી જોખમમાં મુકાય કે હાની થવાનો સંભવ રહે તેવી બેદરકારીથી અલગ-અલગ કંપનીના સ્ફોટક ફટાકડાનો કુલ રૂ. ૧,૬૭,૮૩૦/-ના જથ્થાનો સંગ્રહ કરી રાખેલ હતો જેથી મજકુર ઈસમને વિશાળ જથ્થા સાથે પકડી પાડી મજકુર ઈસમ વિરૂધ્ધમાં જામનગર સીટી "બી" ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૨૫, ૨૮૭, ૨૮૮ તથા એક્સપ્લોજીવ એકટ-૧૮૮૪ ની કલમ ૯(બી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કાર્યવાહી એસ.ઓ.જી. દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને સદર ગોડાઉનને સિલ કરવામાં આવેલ છે
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:-
(૧) સ્ફોટક પદાર્થ ફટાકડાના અલગ-અલગ બ્રાન્ડના કુલ બોક્ષ ૩૯૨ કુલ કિ.રૂ. ૬,૬૭,૮૩૦/-નો જથ્થો
આ કાર્યવાહી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર વી.બી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(8:07 PM IST)