<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

કાલાવડના અરલાગામની સીમમા જાહેરમા જુગાર રમતા ચાર શખ્શોને રોકડ સહીત રૂ. ૧,૩૧,૫૦૦ના મુદામાલ સાથે જામનગર એલ.સી.બી.એ ઝડપી લીધા

બાતમીના આધારે અરલાગામની જામવાડી સીમ વિસ્તારમા જાહેરમા ગંજીપતા ના પાના વડે જુગાર રમતા ઝડપી લેવાયા

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક ,રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ.વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.સ.ઇ.એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભયપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના અરલાગામની જામવાડી સીમ વિસ્તારમા જાહેરમા ગંજીપતા ના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા નીચે લખ્યા નામ વાળા આરોપીઓના કબ્જા માંથી રોકડ રૂ. ૩૧,૫૦૦/- ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ. ૨૦,૦૦૦/- મો.સા.- ૦૨ કિ.રૂ. ૮૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૩૧,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો. કોન્સ. અજયભાઈ વીરડાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. સુમિતભાઈ શિયાર નાઓએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ
૧) સાહીદભાઈ બસીરભાઈ આદમાની રહે. અરલાગામ તા.કાલાવડ જી.જામનગર
૨) સલીમભાઈ બાવાભાઈ મુંદ્રાક રહે. અરલાગામ તા. કાલાવાડ જી.જામનગર
૩) બાબુભાઈ ઓસમાણભાઈ આદમની રહે. અરલાગામ તા.કાલાવડ જી.જામનગર
૪) કિશોરભાઈ અરજણભાઈ મકવાણા રહે. અરલાગામ તા.કાલાવડ જી.જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(9:05 PM IST)