તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
પાકિસ્તાનનું સ્પેસ મિશન: ૨૦૩૫ સુધીમાં ચંદ્ર પર ઉતરાણ કરવાનો દાવો, ચીન સાથે સ્પેસ સહયોગ વધાર્યો
૨૫ નવેમ્બરે પાકિસ્તાનનો પ્રથમ એસ્ટ્રોનોટ ચીનથી સ્પેસ મિશન પર રવાના થશે: આયોજન મંત્રી અહસાન ઇકબાલની મોટી જાહેરાત

ઇસ્લામાબાદ: પાકિસ્તાન હવે પોતાના અવકાશ કાર્યક્રમનો વિસ્તાર કરવા અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે નવી પહેલ કરવા માટે ચીન પર સંપૂર્ણપણે નિર્ભર બની રહ્યું છે. પાકિસ્તાનના આયોજન અને વિકાસ મંત્રી અહસાન ઇકબાલે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને વર્ષ ૨૦૩૫ સુધીમાં ચંદ્રની સપાટી પર પોતાનું પ્રથમ સ્પેસ ક્રાફ્ટ/મિશન ઉતારવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ યોજના હેઠળ પાકિસ્તાન ચીનના અવકાશ સંશોધન કાર્યક્રમો અને મૂન મિશન પ્રોજેક્ટ્સ સાથે સીધું સંકલન સાધી રહ્યું છે.
આયોજન મંત્રી અહસાન ઇકબાલે સત્તાવાર વિગતો આપતા વધુમાં જાહેરાત કરી હતી કે પાકિસ્તાનનો પ્રથમ અવકાશયાત્રી આવનારી ૨૫ નવેમ્બરે ચીનના સહયોગથી સ્પેસ મિશન પર રવાના થશે. ચીન દ્વારા સંચાલિત સ્પેસ સ્ટેશન અને રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરીને પાકિસ્તાની એસ્ટ્રોનોટને અવકાશમાં મોકલવામાં આવશે. બેઇજિંગ અને ઇસ્લામાબાદ વચ્ચે વધતા જતા આંતરરાષ્ટ્રીય અને તકનીકી સહયોગના ભાગરૂપે આ બંને મિશન પાર પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે પાકિસ્તાનની સ્પેસ એજન્સી SUPARCO (સુપાર્કો) પાસે સ્વતંત્ર રીતે આવા જટિલ અને ખર્ચાળ સ્પેસ પ્રોજેક્ટ્સ હાથ ધરવાની નાણાકીય કે ટેકનિકલ ક્ષમતા નથી. આથી, પાકિસ્તાન સંપૂર્ણપણે ચીનની સ્પેસ એજન્સી પર આધાર રાખી રહ્યું છે. અગાઉ પણ પાકિસ્તાનના ઉપગ્રહો ચીની રોકેટ દ્વારા જ લોન્ચ કરવામાં આવ્યા હતા. ૨૦૩૫ના મૂન મિશન અને ૨૫ નવેમ્બરના એસ્ટ્રોનોટ મિશન દ્વારા પાકિસ્તાન વૈશ્વિક સ્તરે પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, જોકે આ ક્ષેત્રમાં ચીનનો પ્રભાવ નિર્ણાયક રહેશે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
