<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી

મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વૈશ્વિક ભૂ-રાજકારણ અને યુદ્ધના મોરચેથી સમગ્ર દુનિયાને હચમચાવી મૂકે તેવા એક અત્યંત ચોંકાવનારા, ખૌફનાક અને સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે! ઈઝરાયલના સૌથી મોટા અને પરમ મિત્ર ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અણધાર્યો અને ઐતિહાસિક નિર્ણય લઈને ઈઝરાયલને આપવામાં આવતી અબજો ડોલરની સૈન્ય સહાય પર સીધી તલવાર ચલાવી દીધી છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે આ વાર્ષિક ફંડિંગ અટકાવવા અંગે સહમતિ બની હોવાનો દાવો કરતા ટ્રમ્પે ઉમેર્યું હતું કે ઈઝરાયલને હવે આર્થિક મદદની કોઈ જરૂર નથી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા ઈઝરાયલને શસ્ત્રોનું વેચાણ ચાલુ રાખશે અને જો ભવિષ્યમાં કોઈ મોટી જરૂરિયાત ઊભી થશે તો અમેરિકા તેની પડખે ઊભું રહેશે.
ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે દાયકાઓ જૂના સૈન્ય સંબંધોમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. ટ્રમ્પના મતે આ નિર્ણયથી ઈઝરાયલને અપાતી અંધાધૂંધ મદદ મામલે રિપબ્લિકન પાર્ટી પર પ્રહારો કરતા વામપંથી ડેમોક્રેટ્સના તર્કો નબળા પડી જશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે મિડટર્મ ચૂંટણીઓમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના હાથમાંથી 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' (પ્રતિનિધિ સભા) નું નિયંત્રણ છીનવાઈ જવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.
'ફોક્સ એન્ડ ફ્રેન્ડ્સ' શો માં વાતચીત દરમિયાન ટ્રમ્પે આ જાહેરાત કરી હતી, પરંતુ ડિસેમ્બર સુધીમાં આ ફંડિંગ કેવી રીતે રોકવામાં આવશે તેની કોઈ ટેકનિકલ વિગતો આપી નહોતી. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે હાલનો સૈન્ય કરાર સપ્ટેમ્બર 2028 સુધી અમલી છે, જેના અંતર્ગત અમેરિકા દર વર્ષે ઈઝરાયલને 3.8 અબજ ડોલરની સૈન્ય મદદ આપવા બંધાયેલું છે.

 

(5:52 PM IST)