તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 18th October 2026
ગાંધીનગરના કલોલની ખાનગી હોસ્પિટલમાં 3 વર્ષના બાળકના મોત બાદ હોબાળો અને તોડફોડ: પરિજનોનો ઓવરડોઝ અપાયાનો આક્ષેપ
બાળકની તબિયત લથડતાં તેને કલોલથી તાત્કાલિક અમદાવાદના ચાંદખેડા સ્થિત ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો

ગાંધીનગરના કલોલ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં તાવ અને ખેંચની સારવાર લઈ રહેલા 3 વર્ષના માસૂમ બાળકના મોત બાદ પરિજનોએ મોડી રાત્રે ભારે હોબાળો મચાવી તોડફોડ કરી હતી. પરિવારજનોએ કલોલની હોસ્પિટલના તબીબો પર યોગ્ય સારવાર ન આપવા તેમજ દવાનો ઓવરડોઝ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો; બાળકની તબિયત લથડતાં તેને કલોલથી તાત્કાલિક અમદાવાદના ચાંદખેડા સ્થિત ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બાળકના મોતના સમાચાર મળતાં જ આક્રોશિત પરિજનો કલોલની હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તોડફોડ મચાવવા સાથે હોસ્પિટલ પરિસરમાં ચૂંદડી, નાળિયેર અને કંકુ-ગુલાલ છાંટી દીવો પ્રગટાવીને વિધિ પણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ કલોલ શહેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો; પોલીસે સ્પષ્ટતા કરી છે કે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને બાળકના પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ બાદ જ મોતના સાચા કારણ અંગે ખુલાસો થશે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
