તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
મોરબીના વાવડી રોડ પર રાધા પાર્ક યુવા ગરબી મંડળ દ્વારા દશેરાએ રામ-રાવણ યુદ્ધ અને રાવણ દહનનું આયોજન.
કાર્યક્રમ નિહાળવા માટે રાધા પાર્ક યુવા ગરબી મંડળ દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વાવડી રોડ પર આવેલા રાધા પાર્ક યુવા ગરબી મંડળ દ્વારા દશેરા નિમિત્તે રામ-રાવણ યુદ્ધ અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 20 ઓક્ટોબર 2026, મંગળવારના રોજ રાત્રે 10 વાગ્યે યોજાશે.
કાર્યક્રમમાં નામી-અનામી કલાકારો દ્વારા રામ-રાવણ યુદ્ધની પ્રસ્તુતિ કરવામાં આવશે, ત્યારબાદ રાવણ દહન કરવામાં આવશે. આ કાર્યક્રમ નિહાળવા માટે રાધા પાર્ક યુવા ગરબી મંડળ દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સ્થળ: રાધા પાર્ક, મીરા પાર્કની સામે, વાવડી રોડ, મોરબી
તારીખ અને સમય: 20/10/2026, મંગળવાર, રાત્રે 10 વાગ્યે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
