News of Sunday, 18th October 2026
ફ્રાન્સમાં હિંસક આંદોલન વધુ વિકરાળ બન્યું : ધરપકડનો આંક વધીને ૧,૮૦૦ થયો, ૫૦૦થી વધુ સુરક્ષાકર્મીઓ ઘાયલ, એક પ્રદર્શનકારીનું મોત
પેરિસમાં જ ૮૫૫ લોકોની ધરપકડ : અનેક શહેરોમાં આગચંપી અને લૂંટફાટ, રાષ્ટ્રપ્રમુખ મેક્રોને તાકીદની બેઠક બોલાવી, આજે રાત્રે રાષ્ટ્રને સંબોધશે

પેરિસ : ફ્રાન્સમાં મોંઘવારી અને જાહેર સેવાઓની કથળતી સ્થિતિ સામે શનિવારે યોજાયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો દરમિયાન ફાટી નીકળેલી હિંસા અંગે રવિવારે નવા ચોંકાવનારા આંકડા જાહેર થયા છે. ધરપકડનો આંકડો ૧,૨૦૦થી વધીને લગભગ ૧,૮૦૦ થયો છે. પોલીસ, અન્ય સુરક્ષાદળો અને અગ્નિશામક વિભાગના ૫૦૦થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા છે. પેરિસમાં એક પ્રદર્શનકારીનું હૃદય અને શ્વસનક્રિયા બંધ પડવાથી મૃત્યુ થયું છે. રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને તાકીદની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે.
ફ્રાન્સમાં મોંઘવારી, શિક્ષણવ્યવસ્થાની સમસ્યાઓ અને જાહેર સેવાઓમાં ઘટાડા સામે શરૂ થયેલું આંદોલન છેલ્લા કેટલાક વર્ષોની સૌથી ગંભીર હિંસક ઘટનાઓ પૈકીનું એક બન્યું છે.
ફ્રાન્સના ગૃહમંત્રી લોરાં નુનેઝે રવિવારે જાહેર કરેલી સુધારેલી માહિતી પ્રમાણે દેશભરમાં લગભગ ૧,૮૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ શનિવારે રાત્રે ૧,૨૦૦ ધરપકડ અને ૧૫૦ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયાની માહિતી આપવામાં આવી હતી.
નવા આંકડા પ્રમાણે પોલીસ, અન્ય સુરક્ષાદળો અને અગ્નિશામક વિભાગના ૫૦૦થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા છે.
રાજધાની પેરિસમાં જ ૮૫૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પેરિસ પોલીસે જણાવ્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિનું હૃદય અને શ્વસનક્રિયા બંધ પડવાથી મૃત્યુ થયું હતું. આ મૃત્યુની પરિસ્થિતિ અંગે તપાસ ચાલી રહી છે.
સરકારી આંકડા પ્રમાણે દેશભરમાં આશરે સાડા પાંચ લાખ લોકોએ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો, જ્યારે મજૂર સંગઠનોએ આઠ લાખ લોકો કર્યો છે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
