<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ફાઈઝર અને મોર્ડના કોવિડ-૧૯ રસીઓના લેબલ પર હૃદયની બળતરાની ચેતવણી ઉમેરવાનો યુએસએફડીએનો આદેશ યુએસ ફૂડ એન્‍ડ ડ્રગ એડમિનિસ્‍ટ્રેશન (યુએસએફડીએ) એ ફાઈઝર અને મોર્ડના કંપનીઓને તેમની કોવિડ-૧૯ એમઆરએનએ રસીઓના લેબલ પર નવી ચેતવણી ઉમેરવાનો આદેશ આપ્‍યો હોવાનું ન્‍યૂઝફર્સ્‍ટ જણાવે છે. આ ચેતવણી ખાસ કરીને કિશોરો અને યુવાનોમા હૃદયની બળતરા (માયોકાર્ડિટીસ અને પેરીકાર્ડિટીસ)ના જોખમને લગતી છે. સીડીસી (સેન્‍ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન) ના ડેટા અનુસાર, આવા કેસ ખાસ કરીને ૧૬-૧૭ વર્ષના પુરુષોમાં બીજા ડોઝ પછી ૧૦,૦૦,૦૦૦ ડોઝ દીઠ ૧૦૫.૯ કેસ અને ૧૨-૧૫ વર્ષના પુરુષોમાં ૭૦.૭ કેસ નોંધાયા છે. આ બળતરા રેર હોવા છતાં, યુએસએફડીએએ રસીના લાભો આ જોખમ કરતાં વધુ હોવાનું જણાવ્‍યું છે. આ નિર્ણય પારદર્શિતા અને જાહેર સલામતીને પ્રોત્‍સાહન આપવા માટે લેવાયો છે.3:29 PM IST

આઈટી વિભાગની અમદાવાદમાં તપાસ બાદ ૨૩ જાણીતી વ્‍યક્‍તિઓને મુંબઈમાં હાજર થવા સમન્‍સ : ખળભળાટ અમદાવાદમાં તાજેતરમાં આવકવેરા વિભાગ (આઈટી) દ્વારા હાથ ધરાયેલી દરોડાની કાર્યવાહી બાદ ૨૩ જાણીતી વ્‍યક્‍તિઓને મુંબઈમાં વરિષ્‍ઠ અધિકારીઓ સમક્ષ હાજર થવા સમન્‍સ જારી કરવામાં આવ્‍યા હોવાનું ન્‍યૂઝફર્સ્‍ટ જણાવે છે. આ દરોડા નાણાકીય ગેરરીતિઓ અને ટેક્‍સ ચોરીની શંકાને લગતા હોવાનું જાણવા મળ્‍યું છે. સૂત્રો અનુસાર, આગામી અઠવાડિયામાં વધુ કાર્યવાહીની શકયતા છે, જોકે હજુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. આઈટી વિભાગે આવી તપાસ દ્વારા નાણાકીય પારદર્શિતા સુનિヘતિ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ચોક્કસ વ્‍યક્‍તિઓ અથવા સંસ્‍થાઓની વિગતો હજુ જાહેર થઈ નથી. આ અંગે વધુ માહિતી માટે સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.3:32 PM IST

ગાંધીગ્રામની સ્‍કૂલના સંચાલકને બ્‍લેકમેઇલ કરી ૨૫ લાખની ખંડણી માંગીઃ ત્રણ પત્રકાર ઝડપાયા : સ્‍કૂલ સંચાલકને વ્‍હોટ્‍સએપમાં ‘રાજકોટની રામાપીર ચોકડી નજીક લાખના બંગલા પાસે આવેલી નામાંકીત સ્‍કૂલનો બિભત્‍સ વિડીયો થયો વાયરલ' એવા લખાણ સાથે ન્‍યુઝ પ્‍લેટ મળીઃ જેમાં તેઓસ્ત્રી મિત્ર સાથે આલીંગનમાં હોય તેવુ દેખાતુ હતું: તેણે ગભરાઇને મિત્રને મધ્‍યસ્‍થી કરવા કહેતાં મિત્રએ કહ્યું-આશિષ મને મળ્‍યો એની પાસે બીજા ૭ વિડીયો છે, તે લોકો સામે બેસવાની ના પાડે છે, વાયરલ નહિ કરવાના ૨૫ લાખ માંગે છે, મારા થકી મેટર પતી જશે, રકમ નહિ આપો તો વિડીયો વાયરલ થઇ જશે : શાળા સંચાલકે બીજા મિત્ર ધર્મેન્‍દ્રસિંહનો સંપર્ક કરતાં તેણે કહ્યું-એઝાઝ અને ધર્મેશ પોતાની પાસે વિડીયો હોવાનું કહે છે, આ બંને પૈસાની માંગણી કરે છેઃ જો તમે પોલીસને કહેશો તો જીવવું મુશ્‍કેલ કરી દેશેઃ અંતે શાળા સંચાલકે ડીસીબીમાં ફરિયાદ નોંધાવીઃ પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ : ક્રાઇમ બ્રાંચે આશિષ ડાભી અને બે કહેવાતા પત્રકાર એઝાઝ તથા ધર્મેશને સકંજામાં લીધાઃ શાળામાં સીસીટીવી કેમેરા ફીટ કરનારની શોધખોળ : શાળા સંચાલકે સીસીટીવી કેમેરા ફીટ થયા બાદ પાસવર્ડ ચેન્‍જ નહોતા કર્યાઃ તેનો ફાયદો ટેકનીશીયને ઉઠાવી તેના અંગત વિડીયો ઉઠાવી કહેવાતા પત્રકારોને આપ્‍યા અને કાવત્રુ ઘડી ખંડણી માંગવામાં આવી3:02 PM IST