તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
નડિયાદમાં કોરોનાનો એક કેસ નોધાયો: 8 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ
બાળકીને તાવ આવતા રિપોર્ટ કાઢતા બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો: વડોદરાથી આવ્યા બાદ બાળકીની તબિયત લથડી

અમદાવાદ : કોરોના ફરી એકવાર ગુજરાતમાં પરત ફર્યો હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. મે મહિનામાં કેસમાં ઉછાળો નોંધવામાં આવ્યો છે. 38 કેસ માત્ર મેં મહિનામાં નોંધાયા છે. 38 પૈકી 31 એક્ટિવ કેસ છે
નડિયાદમાં કોરોનાનો એક કેસ નોધાયો છે. 8 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ આવી છે. બાળકીને 20 તારીખથી તાવ આવતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવી હતી. બાળકીને તાવ આવતા ગઈકાલે કરાવ્યો રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ કાઢતા બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનુ જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા માતા-પિતા બાળકીને લઈને વડોદરા ગયા હતા. વડોદરાથી આવ્યા બાદ બાળકીની તબિયત લથડી હતી.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
