<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

૮૫ વર્ષના ડોસાને માથે સવાર થયું જવાનીનું ભૂત! ભાન ભૂલીને ખુલ્લેઆમ કરી પૌત્રીની ઉંમરની છોકરીની છેડતી

ગીત ગાઈને ખુલ્લેઆમ મહિલાને પ્રેમનો ઈઝહાર કરે છેઃ વીડિયો વાયરલ

 

 

કરાંચી,તા.૨૨: દેશ-દુનિયામાં રોજબરોજ મહિલાઓને અત્‍યાચાર અને દુર્વ્‍યવહારનો સામનો કરવો પડે છે. ઘર હોય કે બહાર, મોટાભાગની મહિલાઓ કયારેય સુરક્ષિત રહેતી નથી. કયારેય તે ઘરેલુ હિંસાનો શિકાર બને છે. તો કયારેય સરાજાહેર છેડતીનો સામનો કરવો પડે છે. કેટલીક મહિલાઓ આવી ઘટનાઓને પૂરજોશમાં વિરોધ કરે છે. પરંતુ મોટાભાગના લોકો આવી બાબતોને અવગણે છે. ઘણી વખત આવા વીડિયો વાયરલ પણ થાય છે, જેને જોઈને ગુસ્‍સો આવી જાય છે. પરંતુ મહિલાઓની ગરિમાનું રક્ષણ કરવાને બદલે ત્‍યાં હાજર લોકો વીડિયો બનાવવામાં લાગી જાય છે. આજે અમે તમને આવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયોમાં બુરખો પહેરેલી એક મહિલા રસ્‍તો ક્રોસ કરી રહી છે, ત્‍યારે અચાનક ત્‍યાં હાજર એક વળદ્ધ વ્‍યકતિનું મન વિચલિત થઈ જાય છે. તે ગીત ગાઈને ખુલ્લેઆમ મહિલાને પ્રેમનો ઈઝહાર કરે છે. આ વીડિયો પાકિસ્‍તાનનો છે.

આ વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ પર @quetta_memes_official નામના એકાઉન્‍ટ પરથી શેર કરવામાં આવ્‍યો છે, જે જોઈને નવાઈ લાગશે. તમે વીડિયોમાં જોશો કે વળદ્ધ વ્‍યક્‍તિએ ટોપી પહેરી છે. તેણે દાઢી વધારી છે. બુરખો પહેરેલી એક મુસ્‍લિમ મહિલા કેમેરા સામેથી પસાર થાય છે. વળદ્ધ મહિલા તરફ જોઈ રહ્યો છે. ગુસ્‍સે ભરાયેલી મહિલા કેમેરા બંધ કરવાનું કહીને આગળ નીકળી જાય છે. પરંતુ વળદ્ધ પોતાની હરકતોથી બાજ નથી આવતો. લોકો હસતા અને હસતા વીડિયો પણ બનાવી રહ્યા છે.સ્ત્રીને જોઈને વળદ્ધ ગાવા લાગે છે, દિલ લગા લિયા, મૈને તુમસે પ્‍યાર કરકે, ઈકરાર કરકે. પણસ્ત્રી કદાચ આગળ વધે છે. તેવામાં ડોશો ત્‍યાં ફરવા અને ગાવાનું શરૂ કરે છે. નજીકના ઘણા લોકો તેની હરકતો જુએ છે, પણ કોઈ તેને રોકતું નથી. જોકે, વીડિયો જોઈને એવું લાગે છે કે વળદ્ધની માનસિક સ્‍થિતિ સારી નથી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્‍યાર સુધીમાં આ વીડિયો ૪૮ લાખથી વધુ વખત જોવામાં આવ્‍યો છે. તેમજ ૧ લાખ ૩૭ હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ ઉપરાંત, વીડિયો પર ૧૬૦૦થી વધુ કોમેન્‍ટ્‍સ પણ આવી છે. આના પર કોમેન્‍ટ કરતાં એક યુઝરે લખ્‍યું કે, તે બુરખો પહેરે છે પણ તેમ છતાં તે સુરક્ષિત નથી. બીજા એકે લખ્‍યું કે, આને મેન્‍ટલ હોસ્‍પિટલમાં મોકલવું જોઈએ. એકે લખ્‍યું કે કાકા, કબ્રસ્‍તાન તમારી રાહ જોઈ રહ્યું છે.(૪૦.૫)

(9:50 AM IST)