તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
બનાસકાંઠાના ડીસા જીઆઇડીસીમાં સાબુ અને પાવડર બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી: માલ -સામાન બળીને ખાખ
નાયબ કલેકટર, ડીવાયએસપી, નગરપાલિકા સ્ટાફ, ફાયર વિભાગની ટીમ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો

બનાસકાંઠાના ડીસા જીઆઇડીસીમાં ગોડાઉનમાં આગ લાગી છે. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સાબુ અને પાવડરબનાવવાની ફેક્ટરીમાં આગ લાગી છે. ફેક્ટરીમાં આગ લાગતા તમામ માલસામાન બળીને ખાક થયો હતો.
આગ લાગવાના સમાચાર મળતા જ નાયબ કલેકટર, ડીવાયએસપી, નગરપાલિકા સ્ટાફ, ફાયર વિભાગની ટીમ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. વારંવાર આગની ઘટનાઓ બનતી હોવા છતાં, આ ફેક્ટરીમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ન હતી. જો ફાયર સેફ્ટીની સુવિધા હોત તો આગ પર ઝડપથી કાબુ મેળવી શકાયો હોત.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
