તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 22nd May 2025
મિશેલ માર્શ અને નિકોલસ પૂરને વિસ્ફોટક બેટિંગથી રાશિદખાનની લય બગાડી નાખી
માર્શે અફઘાન સ્પિનરની પહેલી જ ઓવરમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો અને છ બોલમાં 25 રન ઝૂડ્યા :આગામી ઓવરમાં પૂરને પણ રાશિદને નિશાન બનાવ્યો.

અમદાવાદ :આઈપીએલમાં પોતાના સ્પિન બોલથી બેટ્સમેનોને પોતાના સૂર પર નચાવા માટે પ્રખ્યાત રાશિદ ખાનનો અમદાવાદમાં જોરદાર ધોલાઈ થઈ હતી. મિશેલ માર્શ અને નિકોલસ પૂરને રાશિદની લય બગાડી નાખી હતી. આ સિઝનમાં ખરાબ ફોર્મમાં દેખાતો રાશિદ IPL 2025ની 64મી મેચમાં પોતાનો ચાર ઓવરનો સ્પેલ પણ નાખી શક્યો નહીં. માર્શે અફઘાન સ્પિનરની પહેલી જ ઓવરમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો અને છ બોલમાં 25 રન બનાવ્યા. આ પછી આગામી ઓવરમાં પૂરને પણ રાશિદને નિશાન બનાવ્યો.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મિશેલ માર્શ અને નિકોલસ પૂરન અણનમ રહ્યા. લખનઉના બંને બેટ્સમેન તબાહી મચાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં કેપ્ટન શુભમન ગિલે બોલ રાશિદ ખાનને સોંપ્યો. ઇનિંગની 12મી ઓવર ફેંકવા માટે રાશિદ આવ્યો પછી માર્શે તેની ખબર લીધી. રાશિદની પહેલી જ ઓવરમાં માર્શે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. માર્શ એક શક્તિશાળી છગ્ગાથી ઓવરની શરૂઆત કરી હતી. આ પછી લખનઉના બેટ્સમેને બીજા બોલ પર જોરદાર ચોગ્ગો ફટકાર્યો. માર્શે ફરીથી ત્રીજો બોલ સ્ટેડિયમમાં મોકલવામાં સફળ રહ્યો, જ્યારે ચોથા બોલે તેના બેટમાંથી બીજા ચાર ફટકાર્યા. માર્શે પાંચમા બોલ પર બીજો ચોગ્ગો ફટકાર્યો અને ઓવરમાંથી કુલ 25 રન બનાવ્યા.
નિકોલસ પૂરન રાશિદ ખાનની બીજી ઓવરની શરૂઆત જોરદાર છગ્ગો મારીને કરી હતી. આ ઓવરમાં માર્શ-પૂરનની જોડીએ કુલ 11 રન બનાવ્યા. રાશિદે તેના બે ઓવરના સ્પેલમાં 36 રન આપ્યા અને કોઈ વિકેટ લીધી નહીં. રશીદ માટે IPL 2025 કોઈ દુઃસ્વપ્નથી ઓછું રહ્યું નથી. આ સિઝનમાં રાશિદ સંપૂર્ણપણે આઉટ ઓફ ફોર્મ દેખાઈ રહ્યો છે. ન તો તે વિકેટ લઈ શક્યો છે અને ન તો અફઘાન બોલર રનને રોકી શક્યો છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
