News of Thursday, 22nd May 2025
આજે અને આવતીકાલ સવાર સુધીમાં તીવ્ર ગાજવીજ સાથે અને છૂટાછવાયા વિસ્તારમાં ૧ થી રાા ઇંચ વરસાદ પડશે

રાજકોટ : વાતાવરણમાં અસ્થિરતાને પરિણામે આજે અને આવતીકાલે સવાર સુધીના સમયગાળામાં ગુજરાતમાં નીચે લાલ બોક્સમાં દર્શાવેલ વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાં થી લઈને કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં એક થી અઢી ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે, બોક્સમાં દર્શાવેલ વિસ્તારોમાં પણ છૂટા છવાયા ઝાપટા અને અમુક સ્થળે હળવા એક ઇંચ સુધી વરસાદની સંભાવના. રાજ્યના આ સિવાયના વિસ્તારોમાં પણ કયાંક કયાંક છાંટ છૂટ હળવા ઝાપટાં સાથે વરસાદી માહોલ જોવા મળી શકે. તીવ્ર થન્ડર સ્ટોર્મ થાય ત્યાં ભારે પવન સાથે વરસાદનું જોર વધુ રહેશે.(વેધર-બાય-ગૌરવ રાણીંગા)
(2:53 PM IST)










