News of Thursday, 22nd May 2025
બિટકોઈન $૧૧૦૭૦૭ ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો
બિટકોઈન આજે ૧,૧૦,૭૦૭ (લગભગ રૂ. ૯૫ લાખ) ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યોઃ આજે ૨.૨% ના વધારા સાથે એક નવો રેકોર્ડ બનાવ્યા

મુંબઇ તા.૨૨: એશિયન બજારના ઉદઘાટન દરમિયાન, વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન ૨૨ મે ના રોજ ૧,૧૦,૭૦૭ (લગભગ રૂ. ૯૫ લાખ) ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી, ૨.૨% ના વધારા સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો. કોઈન માર્કેટ કેપ ડેટા અનુસાર, આના એક દિવસ પહેલા, ૨૧ મે ના રોજ, તે ૧,૦૯,૭૨૧ પર પહોંચી ગયું હતું.
આજે ૨૨ મે ના રોજ સવારે ૭.૩૦ વાગ્યા સુધીમાં બિટકોઈન $ ૧,૦૯,૯૮૦ પર થોડો ઘટાડો કરીને ટ્રેડ કરી રહ્યું છે. તે પાછલા દિવસની સરખામણીમાં ૩.૨૫% વધારે છે અને તેનું માર્કેટ કેપ $૨.૧૮ ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. તેમાં ૩.૨૯%નો વધારો થયો છે. ટ્રેડિંગ વોલ્યુમ પણ ૬૮.૮૯% વધીને $૮૫.૧૩ બિલિયન થયું છે.
શું બિટકોઈન હવે નવો રેકોર્ડ બનાવશે?
કોઈનસ્વિચના બજાર નિષ્ણાતોના મતે, જાન્યુઆરી પછી આ પહેલી વાર છે જ્યારે બિટકોઈન ૧૦૭K ના સ્તરને પાર કરી ગયું છે. હવે તે તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી માત્ર ૨% દૂર છે અને તેજીનો ટ્રેન્ડ તીવ્ર બની રહ્યો છે. બિટકોઈન ફયુચર્સમાં રોકાણકારોનો રસ વધ્યો છે. ફયુચર ઓપન ઇન્ટરેસ્ટ ગયા અઠવાડિયાથી ૧૦.૬૫્રુ ના વધારા સાથે ૭૪.૩૫ બિલિયન સુધી પહોંચી ગયો છે.
નિષ્ણાતો શું કહી રહ્યા છે?
CIFDAQ ના સ્થાપક હિમાંશુ મારાડિયા કહે છે, ક્રિપ્ટો બજાર હાલમાં સ્થિરતાની સ્થિતિમાં છે. મુદ્રેક્સના સહ-સ્થાપક અલંકાર સક્સેનાના મતે, લાંબા સમયથી બિટકોઈન રાખનારા રોકાણકારોમાં વધારો થયો છે. એક્સચેન્જો પર બિટકોઈનનો પુરવઠો ઘટીને ૭.૧% (નવેમ્બર ૨૦૧૮ પછીનો સૌથી નીચો) થઈ ગયો છે, જે દર્શાવે છે કે લોકો વેચવાને બદલે હોલ્ડિંગ કરી રહ્યા છે. તેઓ માને છે કે જો બિટકોઈન $૧૦૮,૦૦૦ ના પ્રતિકારને તોડે છે, તો તે એક નવો ઉછાળો લાવી શકે છે.
ઇથેરિયમે બિટકોઈનને પાછળ છોડી દીધું?
ઇથેરિયમની કિંમત ૨૪ કલાકમાં ૦.૩૫% વધીને ૨,૫૨૯.૭૬ (લગભગ રૂ. ૨,૨૦,૮૦૦) થઈ ગઈ છે. માર્કેટ કેપ $૩૦૫.૪૧ બિલિયન છે અને ટ્રેડિંગ વોલ્યુમ $૨૨.૫૯ બિલિયન છે. ડેલ્ટા એક્સચેન્જના રિસર્ચ વિશ્લેષક રિયા સેહગલના મતે, ઇથેરિયમે ગયા મહિનામાં બિટકોઈન કરતાં ૬૦% વધુ વળદ્ધિ દર્શાવી છે. જોકે, ૨,૫૦૦ ના સ્તરે કેટલીક પ્રોફિટ બુકિંગ પણ કિંમતમાં ઘટાડો લાવી શકે છે. જો ઇથેરિયમ ૨,૮૫૦ ના પ્રતિકારને તોડે છે, તો તે ૩,૦૦૦ અથવા ૩,૩૫૦ સુધી જઈ શકે છે, ZebPay ના હરીશ વટનાની કહે છે.
નાની ક્રિપ્ટોકરન્સી કેવી રીતે પ્રદર્શન કરી રહી છે?
લાઇટકોઇન, કાર્ડાનો અને સોલાના હજુ સુધી તેમના પ્રતિકાર સ્તર સુધી પહોંચ્યા નથી. ટોચના લાભકર્તાઓમાં પાઇ, ઓફિશિયલ ટ્રમ્પ અને ફાર્ટકોઇન (૧૦-૧૩% વધારો)નો સમાવેશ થાય છે. પાયથ નેટવર્ક, સ્ટોરી અને લાઇટકોઇન ટોચના નુકસાનકર્તાઓમાં સામેલ છે (૪-૭% ઘટાડો).
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
