<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

મારી ઘરવાળીને ૧ નહીં ૪ બોયફ્રેન્‍ડ છેઃ મને બચાવી લો

દુખિયારો પતિ કલેક્‍ટર પાસે પહોંચ્‍યોઃ આ પોસ્‍ટર નહિ... મારા દિલનું દર્દ છે : પતિને આશંકા છે કે મેરઠમાં સૌરભ ડ્રમ હત્‍યાકાંડની માફક તેની પણ હત્‍યા થઈ શકે છે. હાલમાં પણ તેને ફરિયાદ કરવા પર ગોળી મારી દેવાની ધમકી મળી છે

 

 

ગ્‍વાલિયર તા.૨૨: આ પોસ્‍ટર નહીં, મારા દિલનું દર્દ છે. આ વાત ગ્‍વાલિયર કલેક્‍ટર ઓફિસની જાહેર સુનાવણીમાં આવેલા એક પીડિત પતિની છે. હાથમાં મોટું પોસ્‍ટર લઈ જનકપુરી વિસ્‍તારમાં રહેતા અમિત સેને ગ્‍વાલિયર કલેક્‍ટર રુચિકા ચૌહાણને પોસ્‍ટર દેખાડ્‍યું, જેને જોઈ કલેક્‍ટર પણ ચોંકી ગયા. કારણ કે પોસ્‍ટરમાં પીડિત પતિ અમિત સેને પોતાની પત્‍ની પર ગંભીર આરોપ લગાવતા જણાવ્‍યું કે, તેની પત્‍ની અત્‍યાર સુધીમાં ૪ બોયફ્રેન્‍ડ બનાવી ચૂકી છે. હાલમાં તે ઘર છોડીને રાહુલ બાથમ નામના બોયફ્રેન્‍ડ સાથે લિવ ઈનમાં રહે છે.

અમિતનું કહેવું છે કે, તેના બોયફ્રેન્‍ડ અને પત્‍ની મળીને મોટા દીકરા હર્ષની પણ હત્‍યા કરાવી નાખી હતી. તો વળી નાના દીકરાને લઈને બોયફ્રેન્‍ડ સાથે રહેવા જતી રહી. જ્‍યારે તેનો વિરોધ કર્યો તો તેના બોયફ્રેન્‍ડે હત્‍યા કરવાની ધમકી આપી છે.

અમિતને આશંકા છે કે, મેરઠમાં સૌરભ ડ્રમ હત્‍યાકાંડની માફક તેની પણ હત્‍યા થઈ શકે છે. હાલમાં પણ તેને ફરિયાદ કરવા પર ગોળી મારી દેવાની ધમકી મળી છે. પત્‍ની પીડિત પતિ અમિત સેન એવું પણ કહે છે કે, જ્‍યારે તે નોકરી કરતો હતો, ત્‍યારે તેની પત્‍ની દર મહિને રૂપિયા લઈને દારૂ અને સિગારેટની અય્‍યાશી કરતી હતી. તેના વીડિયો પણ તેની પાસે છે. તે આ તમામ દુખડા પોલીસ અને એસપી કચેરીએ જણાવી ચૂકયો છે. પણ હજુ સુધી તેની કોઈ સુનાવણી થઈ નથી. આવી સ્‍થિતિમાં ન્‍યાય માટે હવે તેને જીવ આપવા સિવાય અન્‍ય કોઈ રસ્‍તો ન હોવાનું કલેક્‍ટર સમક્ષ કહી રહ્યો છે.

ગ્‍વાલિયર કલેક્‍ટર રુચિકા ચૌહાણે પત્‍ની પીડિત પતિ અમિત સેનનું દુઃખ સાંભળ્‍યા બાદ તેમને આશ્વાસન આપ્‍યું છે કે, તેની સાથે ન્‍યાય થશે. કલેક્‍ટરનું કહેવું છે કે, આ પતિ-પત્‍ની સાથે જોડાયેલો કેસ છે. ત્‍યારે આવા સમયે બંનેને સૌથી પહેલા ફેમિલી કાઉન્‍સેલિંગ માટે બોલાવવામાં આવશે. તેમનું ઘર તૂટતા બચાવવાના પ્રયાસો રહેશે.(૩૮.૫)

(9:57 AM IST)