<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4850 રૂપિયા બોલાયો : જાણો 24 યાર્ડમાં શું રહ્યા ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતના 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 796.41 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતના 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 796.41 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4850 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3500 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાજુલામાં 4350 રૂ., રાધનપુરમાં 4251 રૂ., ગોંડલમાં 4061 રૂ., હારીજમાં 4100 રૂ., ભાભરમાં 4075 રૂ., રાજકોટમાં 4051 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 796.41 ટન આવક થઇ છે.

(9:25 PM IST)