<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

મોરબીમાં મંગળવારે મહંતસ્વામી મહારાજનું આગમન : 16 દિવસ કરશે રોકાણ.: નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનો ત્રિદિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

23 થી 25 ઓક્ટોબર દરમિયાન મહંતસ્વામી મહારાજના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા સંપન્ન થશે: ઠાકોરજીની શોભાયાત્રા, મહાયજ્ઞ સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મચ્છુ નદીના કિનારે મોરબી-2 ખાતે ભવ્ય નૂતન BAPS સ્વામિનારાયણ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ નવનિર્મિત મંદિરમાં આગામી તારીખ 23 થી 25 ઓક્ટોબર દરમિયાન ત્રિદિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન.કરાયું છે 
મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા 25 ઓક્ટોબર, શરદપૂર્ણિમાના રોજ મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, નીલકંઠવર્ણી મહારાજ, રાધા-કૃષ્ણ, રામ-સીતા અને હનુમાન, મહાદેવ-પાર્વતી અને ગણપતિ તથા ગુણાતીત ગુરુપરંપરાની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક સંપન્ન થશે. આ ઐતિહાસિક અને અલૌકિક અવસરે દેશ-વિદેશના હજારો ભક્તો અને સેંકડો સંતો ઉપસ્થિત રહેશે. મોરબીના સાધુ બ્રહ્મતીર્થદાસ અને સાધુ આત્મકીર્તિદાસ (કોઠારી સ્વામી) દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીમાં મંગળવારે મહંતસ્વામી મહારાજનું આગમન : 16 દિવસ કરશે રોકાણ.
25 ઓક્ટોબરે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ : ભક્તિ-સત્સંગનો અનેરો સંગમ સર્જાશે.
મોરબી શહેરના આંગણે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઐતિહાસિક અવસરે પૂજ્ય મહંતસ્વામી મહારાજ આગામી 20 ઓક્ટોબર, મંગળવારના રોજ સવારે 9:00 કલાકે મોરબી પધારી રહ્યા છે. મોરબી મંદિરના સર્જક પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા સમગ્ર મોરબી પંથકના હરિભક્તો અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓનું અત્યંત હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પૂજ્ય સ્વામી મહારાજ 20 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2026 સુધી મોરબીમાં રોકાણ ક૨ીને ભાવિકોને દર્શન અને આશીર્વાદનો અમૂલ્ય લાભ આપશે.
મહોત્સવના મુખ્ય કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા:
20 ઓક્ટોબર, 2026 (મંગળવાર): સવારે 9:00 કલાકે મોરબીમાં પૂજ્ય મહંતસ્વામી મહારાજનું ભવ્ય આગમન અને સ્વાગત.
23 ઓક્ટોબર, 2026 (શુક્રવાર): સવારે 7:30 થી 12:00 દરમિયાન 'વિશ્વશાંતિ મહાયજ્ઞ-1' તથા સાંજે 5:00 થી 8:00 દરમિયાન 'સ્વાગત સમારોહ / અભિવાદન સમારોહ'.
24 ઓક્ટોબર, 2026 (શનિવાર): સવારે 7:30 થી 12:00 દરમિયાન 'વિશ્વશાંતિ મહાયજ્ઞ-2' અને સાંજે ભવ્ય 'ઠાકોરજીની શોભાયાત્રા'.
25 ઓક્ટોબર, 2026 (રવિવાર - મુખ્ય પ્રતિષ્ઠા દિવસ): સવારે 9:00 થી બપોરે 1:00 દરમિયાન પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ્ હસ્તે 'મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ' સંપન્ન થશે. તેમજ સાંજે 5:00 થી 8:00 દરમિયાન ભવ્ય 'મંદિર લોકાર્પણ સમારોહ અને શરદ પૂર્ણિમા સભા' યોજાશે.
28 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2026: દરરોજ સવારે 6:00 થી 8:00 દરમિયાન પૂજ્ય સ્વામી મહારાજના 'પ્રાતઃપૂજા દર્શન' અને સાંજે 5:00 થી 8:00 દરમિયાન 'સાંય સત્સંગ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો' યોજાશે. જેમાં 2 નવેમ્બરના રોજ સાંજે 'વિરાટ મહિલા સંમેલન'નું વિશેષ આયોજન કરાયું છે.
4 નવેમ્બર, 2026 (બુધવાર): પૂજ્ય મહંતસ્વામી મહારાજની4 નવેમ્બર, 2026 (બુધવાર): પૂજ્ય મહંતસ્વામી મહારાજની મોરબીથી ભાવભરી વિદાય.
નોંધનીય છે કે 21-22 ઓક્ટોબર, 26-27 ઓક્ટોબર અને 3 નવેમ્બરના રોજ જાહેર કાર્યક્રમો રહેશે નહીં. મોરબીના આંગણે 16 દિવસ સુધી વહેનારી આ ભક્તિ, સત્સંગ અને સંસ્કૃતિની ભાગીરથીમાં જોડાવા સમગ્ર મોરબીની ધર્મપ્રેમી જનતાને BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

(10:38 PM IST)