News of Sunday, 18th October 2026
મહારાષ્ટ્રમાં કેમિકલથી પકવાયેલાં 1,394 કિલો કેળાં જપ્ત: જવાબદારો સામે ગુનો નોંધાયો
એથેપોનના દ્રાવણમાં કેળાં ડુબાડીને પકવવામાં આવતાં હતાં; મહારાષ્ટ્ર FDAની કાર્યવાહી, આવા ફળોના સેવનથી ઊલટી, પેટમાં દુખાવો અને ઝાડા થવાનું જોખમ

મુંબઈ: મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને કેમિકલથી પકવવામાં આવતાં કેળાં સામે મોટી કાર્યવાહી કરી છે. અધિકારીઓએ દરોડા દરમિયાન આશરે 1,394 કિલો કેળાં જપ્ત કરી જવાબદારો સામે ગુનો નોંધ્યો છે.
પ્રાથમિક તપાસમાં કેળાંને ઝડપથી પકવવા માટે એથેપોન નામના કેમિકલના દ્રાવણમાં ડુબાડવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. ફળોને સીધા કેમિકલના દ્રાવણમાં ડુબાડીને પકવવાની પદ્ધતિ આરોગ્ય માટે જોખમી હોવાથી તેના પર પ્રતિબંધ છે.
ફળોને નિયત નિયમો અને સુરક્ષિત માત્રામાં એથિલીન ગેસની મદદથી રાઇપનિંગ ચેમ્બરમાં પકવી શકાય છે. જોકે, વધુ નફો મેળવવા અને કાચાં ફળોને ઝડપથી બજારમાં વેચવા માટે કેટલાક વેપારીઓ ગેરકાયદે કેમિકલનો ઉપયોગ કરતા હોવાનું સમયાંતરે સામે આવે છે.
મહારાષ્ટ્ર FDAએ આ કાર્યવાહી દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારી આઠ ખાણીપીણીની જગ્યાઓનાં લાઇસન્સ પણ સસ્પેન્ડ કર્યાં છે. આ ઉપરાંત ભેળસેળયુક્ત 16,730 લિટર દૂધનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
