તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th October 2025
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં વાહનોના કાચ તોડીને આતંક મચાવનાર હાડા ગેંગના તત્વોને કાયદાનું ભાન કરાવાયું :ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
નવરાત્રિની આઠમના દિવસે આરોપીઓમાનો એક શખ્સ દારૂ પી ને આવતા ફરિયાદીએ દારૂ પીને આવવાની ના પડતા એનો ખાર રાખી ત્રણથી ચાર લોકો પર પાઈપથી હુમલો કર્યો હતો

રાજકોટ :શહેરના રૈયાધાર વિસ્તારમાં ગઈકાલે હાડા ગેંગના તત્વોએ આતંક મચાવ્યો હતો. હથિયારો સાથે આવી ચડેલા લોકોએ વાહનોના કાચ તોડ્યા હતાં. પોલીસે આતંક મચાવનારા તત્વોને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. પોલીસની કડકાઈ છતાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યાં છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં ગઈકાલે હાડા ગેંગના તત્વોએ આતંક મચાવ્યો હતો. હથિયારો સાથે આવી ચડેલા લોકોએ વાહનોના કાચ તોડ્યા હતાં. લોકોમાં આવા તત્વોના ત્રાસથી ભય ફેલાયો છે. ત્યારે પોલીસે આતંક મચાવનારા તત્વોને ઝડપી લીધા હતાં અને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ગઈ કાલે હાડા ગેંગના લોકોએ ધોકા પાઈપ વડે હુમલો કરીને કારના કાચ ફોડ્યા હતા. નવરાત્રિની આઠમના દિવસે આ આરોપીઓમાનો એક શખ્સ દારૂ પી ને આવતા ફરિયાદીએ દારૂ પી ને આવવાની ના પાડી હતી. જેનો ખાર રાખી ગઈકાલે રાત્રે હુમલો કરાયો હતો. આવા તત્વોના હુમલાને કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો. ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
પોલીસે ગણતરીના કલાકોમાં આતંક મચાવનાર હાડા ગેંગના એક સગીર સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. આરોપીઓએ અદાવત રાખીને ત્રણથી ચાર લોકો પર પાઈપથી હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓને પકડીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આરોપીઓ સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(7:41 PM IST)










