<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

સુરેન્‍દ્રનગરમા ફીનાઇલ પી લઈ યુવકનો આત્‍મહત્‍યાનો પ્રયાસ

લગ્ન બાદ દેવું થઈ જતા યુવકે જિંદગી ટૂંકાવાનો પ્રયત્‍ન કર્યો

 વઢવાણઃતા.ર૮, સુરેન્‍દ્રનગરના માનવ મંદિર રોડ ઉપર પોતાના ઘરમાં યુવકે ફિનાઈલ પી લઇ અને આત્‍મહત્‍યાનોપ્રયત્‍ન કર્યો છે. સુરેન્‍દ્રનગરના માનવ મંદિર રોડ ઉપર રહેતા મુકેશભાઈ કુનેટીયા ઉંમ. ૩૫ના લગ્ન થોડા સમય પહેલા થયા હતા ત્‍યારે લગ્ન કરવા માટે હાથ ઉછિતા રૂપિયા લેવામાં આવ્‍યા હતા.પરંતુ ત્‍યારબાદ આ રૂપિયા ચુકવણીમાં નિષ્‍ફળ નિવડેલા યુવક મુકેશભાઈ દ્વારા માનસિક ટેન્‍શન લઈ અને પોતાના જ ઘરમાં ફીનાઇલના બોટલ પડી હતી તેનું ઢાંકણું ખોલી અને ફીનાઇલ પી લે અને આત્‍મહત્‍યા કરવાનો -યત્‍ન હાથ ધરવામાં આવ્‍યો હતો જો કે આ અંગે પરિવારજનોને જાણ થતા તાત્‍કાલિક ધોરણે સુરેન્‍દ્રનગરની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો.

 આ અંગે પોલીસ એ પણ  તપાસ શરૂ કરી છે ત્‍યારે દેવું થઈ ગયું હોય અને તે ચુકવણીમાં નિષ્‍ફળ નિવડેલા યુવકે આત્‍મહત્‍યાનો પ્રયત્‍ન કરતા પરિવાર પણ ચિંતામાં મુકાયો હતો.

(1:13 PM IST)