<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

યુદ્ધના મેદાને બેઠેલા મિડલ ઈસ્ટમાંથી સૌથી મોટો પિશાચી અને લોહીયાળ કિસ્સોઃ સાઉદી ગઠબંધનની એરસ્ટ્રાઈકથી યમનનું ભીડભાડવાળું તાઈઝ માર્કેટ પલકવારમાં લોહીલુહાણ થઈ ગયું:નિર્દોષ ૭ નાગરિકોના મોત થતા આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા

મધ્ય પૂર્વની બરબાદી વચ્ચે હુથી વિદ્રોહીઓની આગ ઓકતી રાક્ષસી ધમકીઓથી આખી વૈશ્વિક શાંતિનો કૂચડો બોલાઈ ગયોઃ બદલો લેવાના આ કાળમુખા એલાન પર ફરી વળ્યો કાળો નાગ:વિનાશક હુમલાઓના વિસ્ફોટક ભંડાન ફોડથી આંતરરાષ્ટ્રીય આલમમાં મચી ગયો ભયાનક હાહાકાર

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય રાજકારણ અને યુદ્ધગ્રસ્ત મિડલ ઈસ્ટમાંથી માનવતાને રઝળપાટ કરતી, કાળજું કંપાવી દેતી અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવી અતિશય વિસ્ફોટક, લોહીયાળ તથા પિશાચી ખબર સામે આવી છે! યમનના અત્યંત સંવેદનશીલ અને ગીચ ગણાતા તાઈઝ (Taiz) શહેરના મુખ્ય બજાર પર સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા અચાનક અત્યંત ઘાતક અને રાક્ષસી સ્પીડે એરસ્ટ્રાઈક (હવાઈ હુમલો) કરવામાં આવ્યો છે, જેમાં ધમધમતું માર્કેટ પલકવારમાં સ્મશાનવત્ બની ગયું છે અને અસહાય ૭ નિર્દોષ નાગરિકો ઘટનાસ્થળે જ મોતને ભેટી ચૂક્યા છે, જ્યારે અનેક લોકો લોહીલુહાણ હાલતમાં તરફડી રહ્યા છે.

હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ નાગરિક વિસ્તારો પર જાણીજોઈને બોમ્બમારો કરીને નિર્દોષ લોકોનું લોહી વહાવ્યું છે. હુથી આરોગ્ય મંત્રાલયે આ હુમલાને નિર્દયી ગણાવીને ટૂંક સમયમાં જ સાઉદી અરેબિયા સામે વળતો પ્રહાર કરીને બદલો લેવાની ખુલ્લી ધમકી આપી છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત યમન સરકારના વફાદાર સૈનિકોએ હુથીઓના દાવો ફગાવતા જણાવ્યું હતું કે એરફોર્સે માત્ર હુથીઓના સૈન્ય ડિપો અને વાહનોને જ નિશાન બનાવ્યા હતા.

તાઈઝ શહેર હાલ યમન સરકારના નિયંત્રણ હેઠળ છે, પરંતુ લાંબા સમયથી હુથી લડાયકોએ તેને ઘેરી રાખ્યું છે. સપ્ટેમ્બરમાં હુથી બળવાખોરોના નવા આક્રમણ બાદ દેશના અનેક ભાગોમાં યુદ્ધ અત્યંત તીવ્ર બન્યું છે. તાજેતરની હિંસાના કારણે આશરે 1 લાખ 25 હજાર લોકો વિસ્થાપિત (બેઘર) થયા છે. વર્ષ 2014થી ચાલતા આ હિંસક યુદ્ધ વચ્ચે યમન સરકારે દેશના નાગરિકોને સેના અને સુરક્ષા દળોમાં જોડાવા માટે સામાન્ય લામબંધી (General Mobilization) નું આહ્વાન કર્યું છે.

 

(4:45 PM IST)