જિયોએ દિવાળી સુધારીઃ શાનદાર લિસ્ટીંગઃ બીજી મૂલ્યવાન કંપની : જિયો પ્લેટફોર્મની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી ઇતીહાસ રચ્યોઃ BSE - NSE પર ૨૧ ટકા પ્રિમીયમે રૂા. ૧૩૫૮નાં ભાવે લિસ્ટીંગ : રોકાણકારોને ૧ શેર પર રૂા.૨૩૯નો ફાયદોઃ માર્કેટ કેપ ૧૨.૫ લાખ કરોડઃ માર્કેટ કેપીટલાઇઝેશનના મામલે જિયો દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની2:38 PM IST
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ : મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થતાં કુલ ડીએ ૬૩ ટકા પર પહોંચ્યું : કેબિનેટની મંજૂરીથી સરકારી તિજોરી પર આવશે રૂ. ૧૦,૦૧૬ કરોડનો બોજ : તહેવારોની મોસમમાં દેશના એક કરોડથી વધુ કર્મચારીઓને મળશે લાભ : જુલાઈથી લાગુ થનાર આ વધારાથી માસિક પગાર અને પેન્શનમાં થશે સીધો વધારો3:41 PM IST
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં : ફુગાવાના દબાણને કારણે દર ૩.૭૫% થી ૪% ના રેન્જમાં યથાવત રાખવામાં આવ્યા : FOMC ની બેઠકમાં ૧૦-૨ ના બહુમતથી લેવાયો નિર્ણય : ડિસેમ્બર મહિનામાં વ્યાજદરો વધવાને લઈને હજુ પણ અનિશ્ચિતતા યથાવત રહેતા વૈશ્વિક બજારોની નજર ફેડના આગામી સંકેતો પર : યુએસ ફેડના આ નિર્ણયની સીધી અસર યુએસ ડૉલર, બોન્ડ યીલ્ડ તેમજ દુનિયાભરના નાણાકીય બજારો પર પડી શકે12:17 AM IST
ચાર રાજ્યોની વિધાન પરિષદ ચૂંટણી પરિણામોમાં ભાજપનું શાનદાર પ્રદર્શન : “અંદાજ લગાવો કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?” કહીને પીએમ મોદીએ બેલેટ પેપરના મુદ્દે વિપક્ષી પાર્ટી પર સાધ્યું નિશાન : બેલેટ પેપરથી ચૂંટણી યોજવા છતાં કોંગ્રેસ પક્ષ ખાતુ પણ ખોલાવી ન શકતા ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી અને પાર્ટીના અસ્તિત્વ સામે ઉઠાવ્યા સવાલો : કર્ણાટક અને યુપીમાં ભગવા લહેર યથાવત11:50 PM IST
ઓમર અબ્દુલ્લાના મંત્રીમંડળના વિસ્તરણથી મોટો બળવો: કોઈના આંસુ છલકાયા, તો કોર્પોરેટ મુખ્યાલયે "રાજીનામું આપો!" ના નારા ગૂંજ્યા! : નેશનલ કોન્ફરન્સમાં મંત્રીપદની વહેંચણી મુદ્દે વરિષ્ઠ નેતાઓમાં ભયંકર અસંતોષ : ચાર નવા મંત્રીઓએ શપથ લીધા પરંતુ બાકાત રખાયેલા દિગ્ગજ નેતાઓના સમર્થકો રસ્તા પર ઉતર્યા12:01 AM IST
દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશ: વિરોધ પ્રદર્શનોથી થયેલા નુકસાન અંગે CJP પાસેથી ₹૫૦ કરોડ વસૂલવાની માંગણી પર સુપ્રીમ કોર્ટ જવાની સલાહ! : રાજધાનીમાં વિરોધ પ્રદર્શનોને કારણે લોકોને પડેલી અસુવિધા માટે વચગાળાના વળતરની અરજી સાંભળવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો : સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં સમાન કેસ પેન્ડિંગ હોવાની જાણ કરી11:58 PM IST
મહત્વના સમાચારો11:44 PM IST
નોઈડા એરપોર્ટ પર આવતીકાલે, ૨૯ ઓક્ટોબરે યોજાશે મોકડ્રીલ : આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થાય તે પહેલાં વિમાન દુર્ઘટના જેવી કટોકટીની સ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓનું થશે પરીક્ષણ : એડિશનલ ડીસીપી પૂનમ મિશ્રાના માર્ગદર્શન હેઠળ પ્રશાસન, પોલીસ અને એનડીઆરએફ સહિતની વિવિધ એજન્સીઓ સંકલન સાધીને આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાનું કરશે મૂલ્યાંકન11:42 PM IST
શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારા સાથે એરપોર્ટ પર દુર્વ્યવહાર: એરલાઇન કર્મચારીઓ સામે ભેદભાવ અને ધમકીભર્યા વર્તનના ગંભીર આરોપો : ડબલિન એરપોર્ટ પર પરિવાર સાથે મુસાફરી કરી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાન સાથે થયેલી અણધારી ઘટના બાદ સોશિયલ મીડિયા પર એરલાઇન સેવાઓની ગુણવત્તા સામે મોટા સવાલો ઉભા થયા છે.9:02 PM IST
બનાસકાંઠાના ભીલડી ખાતે આગામી ૩૦ ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો થશે વિતરણ : વડાપ્રધાન હસ્તે દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય અપાશે, સાથે જ બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ભૂમિપૂજન સંપન્ન થશે : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવી વિગતો6:56 PM IST
મૈસૂર પેલેસ નિવેદન પર યતીન્દ્ર સિદ્ધારૈયાનો હુંકાર: રાજકીય ફાયદા માટે મારા નિવેદનો તોડી-મરોડીને રજૂ કરાય છે, માફી માંગવાનો કોઈ સવાલ જ નથી : વિવાદિત ટિપ્પણી બાદ ફાટી નીકળેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રીના પુત્રે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમના શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે અને તેઓ કોઈપણ સ્થિતિમાં માફી નહીં માંગે.6:37 PM IST
સ્પેનના ટોલેડોમાં હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર : ઓછામાં ઓછા ૩૯ લોકોનાં મોત : બે ડબ્બા પાટા પરથી ઉતરી જવાથી સર્જાઈ મોટી હોનારત : જુઓ વિડીયો : મેડ્રિડથી સેવિલે જતી રેન્ફ અને ઇર્યો હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે મોરા અને ઓર્ગેઝ વચ્ચે પાછળથી થયેલી ટક્કર બાદ હાઇ-સ્પીડ રેલ લાઇન પર વ્યવહાર ઠપ : વડાપ્રધાન પેડ્રો સાંચેઝે દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ3:46 PM IST
દિલ્હી SIR સુનાવણીમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : ચૂંટણી પંચ ફોર્મ ૬, ૭ અને ૮ માં ફેરફાર કરી શકે નહીં : કટ-ઓફ તારીખનો આગ્રહ ન રાખવા તાકીદ : દિલ્હી મતદાર યાદીમાંથી ૪૭ લાખ નામ રદ કરવાના વિવાદ વચ્ચે અદાલતે ચૂંટણી પંચને ફોર્મ સ્વીકારવાનું ચાલુ રાખવા અને 'લોજિકલ ડિસ્ક્રિપ્સી'ની કાયદેસરતા ચકાસવા માટે નિર્દેશ આપ્યો : વધુ સુનાવણી બે અઠવાડિયા બાદ મુલતવી રાખવામાં આવી4:00 PM IST
ગુજરાતમાં રાહદારીઓને પ્રાથમિકતાઃ દરેક રસ્તાની બંને બાજુ ફૂટપાથ ફરજિયાત : ગુજરાતમાં હવે રસ્તા બનાવતી વખતે કારની અવરજવર કરતાં રાહદારીઓની સલામતી અને સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશેઃ રસ્તાની ડિઝાઇન બદલાશે : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યની તમામ ૧૬૯ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નવા નિયમો લાગુ પડશેઃ રસ્તા પહોળા કરવા ફૂટપાથ કાપી શકાશે નહીં, ચોમાસામાં રસ્તાને નુકસાન થાય તો ૨૪ કલાકમાં પુરાણ કરવુ પડશે10:18 AM IST
કચ્છમાં આવેલું વિશ્વવિખ્યાત સફેદ રણ આ વર્ષે વહેલું તૈયાર થઈ ગયું : વરસાદ ઓછો પડ્યો અને પાણી સુકાઈ ગયું એટલે સફેદ રણ બનવાની થઈ ગઈ શરૂઆતઃ ધોરડો પાસે વોચટાવર સહિત પાંચથી ૮ કિલોમીટરના એરિયામાં ક્યાંક બેથી ૩ ઇંચના તો ક્યાંક અડધો ફુટના જામ્યા થર : દિવાળીના વેકેશનમાં પણ સફેદ રણનો નજારો માણવા મળશે : તૂટી શકે છે સહેલાણીઓનો રેકોર્ડ 1:25 PM IST
મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની ઉમેદવારી : ઉત્તર પ્રદેશની યાદીમાં નામ ન હોવાથી ચાલી રહેલી રાજકીયઅટકળોનો આવ્યો અંત : ભૂતપૂર્વ રાજદ્વારી અને કેન્દ્રીય પેટ્રોલિયમ તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીને ભાજપ દ્વારા ફરી રાજ્યસભાના મેદાનમાં ઉતારવામાં આવ્યા2:30 PM IST
દિવાળી દેખાણી : સહેલાણીઓની હરવા-ફરવાની પેટર્નમાં ડ્રાસ્ટીક ચેન્જ આવ્યો : પ્રવાસના દરિયામાં મારો ધૂબાકા : કરો તૈયારી : રીલીજીયસ ડેસ્ટીનેશન્સ ઉપર ધસારો : ફોરેન ટુરમાં દિવાળી દરમ્યાન વિયેટનામ જવાનો ક્રેઝ વધ્યો : સિંગાપુર મલેશીયા-ક્રુઝ એવરગ્રીન : દુબઇ માટે ફલાઇટ ફ્રીકવન્સી ઘટતા એરટિકીટ મોંધી થઇ : વેઇટ એન્ડ વોચની નીતિ : ગત વર્ષ કરતા ઓવરઓલ ટ્રાફિક ઓછો : ધારણા મુજબ બુકીંગ નથી : મોટાભાગના રૂટમાં ફલાઇટ ટિકીટ અવલેબલ : પસંગીની ટ્રેનો - બસ હાઉસફુલ : યુધ્ધને કારણે ઇન્ટરનેશનલ ટુરીઝમ ઓછું : છેલ્લા દિવસોમાં ટ્રાફિક વધશે : બજારમાં વિવિધ રેઇટસના પેકેજીસ ઉપલબ્ધ : ઓનલાઇન બુકીંગમાં પણ જબરો વધારો : ઘણાં પેકેજીસમાં ડીસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ4:35 PM IST
દેશમાં ૧૩૬ કરોડથી વધુ મોબાઇલ વપરાશકર્તાઓઃ દિલ્હી ટોચ પરઃ બિહાર તળિયે : ૩૭૫.૬૫% ની ટેલિ-ડેન્સિટી સાથે દિલ્હી ટોચ પર છે, જ્યારે બિહાર ૬૪.૪૯% સાથે પાછળ : ટેલિ-ડેન્સિટીની દ્રષ્ટિએ શહેરો અને ગામડાઓ વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યોઃ બ્રોડબેન્ડ અને વાયરલેસ વપરાશકર્તાઓની સંખ્યામાં પણ વધારો થયો છે9:53 AM IST
'અર્નબ'વાવાઝોડાનું તાંડવ : આંધ્રપ્રદેશ-ઓડિશામાં વિનાશ વેર્યો : ૩ના મોત : દરિયાકાંઠે ૧૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો રેલવે અને વિમાન સેવાઓ પ્રભાવિત : રસ્તાઓ જળમગ્નઃ વિજળી ગૂલ : અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયીઃ લોકોના ઘરમાં પાણી ઘુસ્યાં: લેન્ડફોલ બાદ વાવાઝોડાનું રોદ્ર સ્વરૃપ ૭૧૪ ગામો પ્રભાવિતઃ હવામાન વિભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર 3:56 PM IST
ટ્રેનના શૌચાલયમાં પાણી નહોતું, અને રેલ્વેએ એક મુસાફરની ફરિયાદને અવગણીઃ કોર્ટે ભારે દંડ ફટકાર્યો : યશવંતપુર-શિવમોગા પેસેન્જર ટ્રેનના શૌચાલયમાં પાણીના અભાવે વિવાદ ફાટી નીકળ્યો ગ્રાહક અદાલતે SWR રેલ્વેને રૃ.૧,૦૦૦ રિફંડ અને રૃ.૧૫,૦૦૦ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો, જે ટ્રેનના શૌચાલયમાં પાણીના અભાવને કારણે ટુમકુરમાં ઉતર્યા હતા.3:53 PM IST
ચાંદી ૫૦% સસ્તી, જાન્યુઆરીથી અડધી થઇ ગઇ કિંમત, ખરીદવી કે રાહ જોવી? : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિમત ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પ્રતિ કિલોગ્રામ આશરે રૂા. ૩,૮૪,૬૩૨ની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગઈ હતી : ૨૭ ઓક્ટોબર સુધીમાં તેનો ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ લગભગ રૂા.૧,૯૦,૮૪૭ રહી ગયો છે2:44 PM IST
ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે હરિયાણાને 12,000 કરોડના રોકાણ પ્રસ્તાવની ભેટ : મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકો, હરિયાણાની ઉદ્યોગ-અનુકૂળ નીતિઓ પર દર્શાવ્યો વિશ્વાસ: સરળ પ્રક્રિયાઓ, પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ અને ઉદ્યોગ-અનુકૂળ નીતિઓ હરિયાણાને બનાવી રહી છે રોકાણ અનુકૂળ રાજ્ય1:35 PM IST
ભારતીય રેલ્વેની નવી ડોર-ટુ-ડોર પાર્સલ સેવા ટૂંક સમયમાં શરૂ થશે : રેલ્વે દ્વારા પાર્સલ મોકલવાનું સરળ બનશે....દિલ્હી અને મુંબઈ સહિત ૮ શહેરોમાં તમે ઘરઆંગણે માલ મોકલી શકશો : ગ્રાહકો એપ દ્વારા બુકિગ કરી શકશે અને તેમનો સામાન ઉપાડીને નિર્ધારિત સરનામે પહોંચાડી શકશે. સાયકલ, કાર અને ઘરવખરીનો સામાન પણ રેલ્વે દ્વારા મોકલી શકાશે10:51 AM IST
ચીનમાં ગળ્યા પેસ્ટ્રી પર કીડા મૂકી વેચાઈ રહી છે આ અનોખી વાનગીઃ તસવીરો જોઈ લોકો સ્તબ્ધ : ચીનના ગુઆંગડોંગ પ્રાંતના શુન્ડેમાં એક રેસ્ટોરન્ટે મીઠા એગ ટાર્ટ પર તળેલા ડાઇવિગ બીટલ મૂકીને પીરસવાનું શરૂ કર્યું છે. આ પેસ્ટ્રીના ૩ નંગના સેટની કિંમત આશરે ૩૫૦ રૂપિયા છે. દેખાવમાં વંદા જેવો લાગતો આ કીડો પરંપરાગત ઔષધિય ગુણો માટે જાણીતો છે : હોંગકોંગથી પણ લોકો તેનો ક્રિસ્પી અને નમકીન સ્વાદ માણવા પહોંચી રહ્યા છે9:57 AM IST
દિવાળીની રજાઓમાં સસ્તી ટિકિટ અને આકર્ષક ટૂર પેકેજના નામે છેતરપિંડીનો ખતરોઃ બુકિંગ પહેલાં એજન્ટથી લઇને હોટેલ સુધીની તમામ બાબતોની ચકાસણી કરો : ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરે સાવધાની રાખવા સલાહ આપી : રાતભરની થકવી નાખનારી મુસાફરી અને છુપા ચાર્જથી રજાઓ બગડી શકે : તહેવારો દરમિયાન છેતરપિંડી કરતા ઓપરેટરો નવાં નામે બજારમાં આવી શકે છે10:18 AM IST
૫ દાયકા જૂના નાણાકીય વિવાદનો આવ્યો અંતઃ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વચ્ચે થઈ મહત્વપૂર્ણ સમજૂતી : નવી દિલ્હી ખાતે નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિની ૧૫મી બેઠકમાં આ ઐતિહાસિક સમાધાનને આખરી ઓપ આપવામાં આવ્યો : ગુજરાતને અન્ય ત્રણ રાજ્યો પાસેથી કુલ રૂ.૭૯૭૪.૮૬ કરોડ લેવાના નીકળતા હતા1:37 PM IST
આંધ્ર કાંઠે ‘અર્નબ’નું તાંડવ: વૃક્ષો ધરાશાયી, વીજપુરવઠો ખોરવાયો; આંધ્ર–ઓડિશામાં ૧.૮૦ લાખથી વધુ લોકોનું સ્થળાંતર: ચંદ્રબાબુ નાયડુએ સવારે ૬:૧૫ વાગ્યે અધિકારીઓ સાથે સમીક્ષા કરી : સવારે ૭.૩૦: યાનમ નજીક વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ; કાંઠા પાસે સિસ્ટમ લગભગ સ્થિર રહેતાં જોખમ યથાવત્ : તાજા અપડેટમાં પવનના ઝાપટાં ૧૪૦ કિમી સુધી પહોંચવાની ચેતવણી : કાકીનાડામાં પાણીમાં ફસાયેલા ચારનો બચાવ, વિમાન અને રેલસેવાઓ પ્રભાવિત9:32 AM IST
‘અર્નબ'વાવાઝોડાનું તાંડવ : આંધ્રપ્રદેશ-ઓડિશામાં વિનાશ વેર્યો : દરિયાકાંઠે ૧૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાયોઃ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત : હવામાન વિભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર : રેલવે અને વિમાન સેવાઓ પ્રભાવિત : રસ્તાઓ જળમગ્નઃ વિજળી ગૂલ : અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયીઃ લોકોના ઘરમાં પાણી ઘુસ્યાં: લેન્ડફોલ બાદ વાવાઝોડાનું રોદ્ર સ્વરૂપ10:53 AM IST
કૂનો નેશનલ પાર્ક નજીક મળેલ ઘાયલ ચિતાનું મોત :શરીરમાંથી 5 બંદૂકના છરા મળ્યા :તપાસ માટે ટાસ્કફોર્સની રચના : શરીરમાં ઘૂસેલા બંદૂકના છરાના કારણે ચિત્તાના આંતરિક અંગો, સ્નાયુઓ, હાડકાં અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચ્યું :સમગ્ર મામલાની તપાસ કરવા માટે વન વિભાગ અને પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના10:15 PM IST
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં મિસાઇલ હુમલાથી ધડાકા : હૂતી બળવાખોરોની પાંચ બેલિસ્ટિક મિસાઇલો તોડી પાડ્યાનો સાઉદીનો દાવો: હૂતી બળવાખોરોએ સાઉદીના પૂર્વીય વિસ્તારમાં આવેલા રાસ તનુરા રિફાઇનરીને નિશાન બનાવ્યાનો દાવો : રિયાધ સહિત અનેક વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણીથી ફફડાટ : યમનના હૂતી બળવાખોરો અને સાઉદી અરેબિયા વચ્ચે ફરી યુદ્ધની જ્વાળાઓ ભભૂકી10:35 PM IST
વિશ્વના અનેક દેશોમાં નાગરિકોને ત્રણથી દસ દિવસનો અનાજ-પાણીનો જથ્થો રાખવા સલાહ : યુરોપથી જાપાન અને તાઇવાન સુધી કટોકટી સામે તૈયારી : બ્રિટને ૨૨ ઓક્ટોબરે નવી ઝુંબેશ શરૂ કરી : યુરોપીય સંઘની ૭૨ કલાકની તૈયારીની ભલામણ : યુદ્ધ ઉપરાંત ભૂકંપ, પૂર, વીજળી અને સંચાર વ્યવસ્થા ખોરવાય તો લોકોને મુશ્કેલી ન પડે તે માટે આયોજન10:57 PM IST
ઇઝરાયેલમાં સત્તાની મહાલડાઈ : નેતન્યાહુ સામે પૂર્વ લશ્કરી વડા ગાડી આઇઝનકોટનો પડકાર, પરિણામ પહેલાં જ પરાજયની ચર્ચા: ૧૨૦ સભ્યોની સંસદમાં બહુમતી માટે ૬૧ બેઠકો જરૂરી : મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલની તૈયારી, સત્તાવાર પરિણામ માટે રાહ જોવી પડશે: સોશિયલ મીડિયામાં નેતન્યાહુના સમર્થક પક્ષોને ૫૩ અને આઇઝનકોટ સમર્થક જૂથને ૬૭ બેઠકો મળ્યાના બિન સત્તાવાર દાવા વહેતા થયા10:40 PM IST
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ઈન્ડિયા ગઠબંધનના મોરચાના મંડાણ: અશોકા હોટેલમાં મંજૂરી ન મળતા હવે ખડગેના નિવાસસ્થાને યોજાશે 'જનતાનો મહાભિયોગ' : મતદાર યાદીઓમાંથી ગેરકાયદેસર રીતે નામ કાઢી નાખી 'મત ચોરી' કરાતી હોવાનો રાહુલ ગાંધીનો આક્ષેપ: CEC રાજીનામું ન આપે કે પીએમ મોદી તેમને ન હટાવે ત્યાં સુધી લડત ચાલુ રાખવા વિપક્ષનો મક્કમ નિર્ધાર12:18 AM IST
જિયોના લિસ્ટિંગ પૂર્વે મુકેશ અંબાણીને મોટી ભેટ: ૫૧.૧૧ કરોડ ગ્રાહકો સાથે રિલાયન્સ જિયો દેશમાં નંબર-૧ ટેલિકોમ કંપની બની : TRAI ના સપ્ટેમ્બર માસના રિપોર્ટમાં જિયોનો દબદબો: ૩૯.૩૨% માર્કેટ શેર સાથે જિયો પ્રથમ તો એરટેલ ૩૮.૦૨% સાથે બીજા સ્થાને : દેશમાં કુલ વાયરલેસ ગ્રાહકોનો આંક ૧.૩ અબજે પહોંચ્યો12:22 AM IST
ચક્રવાત 'અર્નબ'નું રોદ્ર રૂપ: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની ભીતિ વચ્ચે ૮૯ હજાર લોકોનું સ્થળાંતર : રેડ એલર્ટ જારી : ૧૫૦ કિમીની ઝડપે ફૂંકાતા પવનો સાથે ગઈ કાલે વહેલી સવારે વિશાખાપટ્ટનમ અને યાનમ વચ્ચે થશે લેન્ડફોલ: રેલ-હવાઈ વ્યવહારને ભારે અસર : ૧૬ જિલ્લામાં શાળાઓ બંધ અને ૨૪ કલાક વોર રૂમ કાર્યરત12:21 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ‘ઇ-સરકાર’ પોર્ટલની પેન્ડન્સી ગણતરી પદ્ધતિ અને નાયબ સેક્શન અધિકારીઓ સામે લેવાયેલા આકરા દંડાત્મક પગલાં સામે ઉગ્ર વિરોધ : તાજેતરના બદલી અને ફરજમોકૂફીના આદેશો ૭ દિવસમાં રદ કરવા મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી સુધી ઉચ્ચસ્તરીય રજૂઆત : સેવન ડેઝ કેલેન્ડર પદ્ધતિ, મંજૂર રજાઓની ગણતરી અને કર્મચારીના નિયંત્રણ બહારની પેન્ડન્સી જેવા મુદ્દે વહીવટી સુધારા કરવાની માંગ : ન્યાય નહીં મળે તો આંદોલનની ગંભીર ચીમકી10:51 PM IST
ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ અને સાબરમતી આશ્રમ વહીવટને લઈને મોટો ફેરફાર :શિક્ષણ વિભાગને બદલે હવે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સંભાળશે : રાજકોટના કબા ગાંધીના ડેલાનો વહીવટ પણ નવા વિભાગને સોંપાયો:શિક્ષણ વિભાગે આ અંગે ઠરાવ જાહેર કર્યો:વર્ષ 2026-27માં શિક્ષણ વિભાગ બજેટ ફાળવશે, જ્યારે 2027-28થી નવા વિભાગે બજેટની જોગવાઈ કરવી પડશે9:01 PM IST
ગુજરાતમાં ગરમી થોડી ઘટશે : કયાંક કયાંક માવઠાની પણ શકયતા : આંધ્રપ્રદેશના યાનમ નજીક અતિ તીવ્ર ‘અર્નબ' ચક્રવાતની અસરથી પવનની ગતિ ૧૫૭ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની ર૮ ઓકટોબરથી ૪ નવેમ્બર સુધીની આગાહી : મહત્તમ તાપમાન ૩૫થી ૩૭ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના : ઉત્તરાર્ધમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયાં ઝાપટાં પડી શકે2:26 PM IST
સાદગીથી ગ્લેમર સુધી...બદલાઈ કરવા ચોથની ઉજવણીઃ હવે પતિઓ પણ રાખે છે પત્ની માટે વ્રત..! : અર્વાચીન પરંપરા થી આધુનિક ઉજવણી સુધીની સફરઃ શ્રદ્ધા, પ્રેમ અને સમાનતાની નવી અભિવ્યક્તિઃ અર્વાચીન કરવા ચોથઃ સાદગી, સંસ્કાર અને શ્રદ્ધાની પરંપરાઃ આધુનિક કરવા ચોથઃ પરંપરા સાથે ફેશન અને ગ્લેમરનો રંગઃ જૂના અને નવા કરવા ચોથ વચ્ચે શું બદલાયું...? પરંપરા બદલાઈ, પરંતુ પ્રેમ અને શ્રદ્ધાનું મહત્ત્વ યથાવત્1:22 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 ઓક્ટોબરે ભીલડીથી બનાસ ડેરીના બે નવા બાયો-સીએનજી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે : થરાદમાં 75 ટન અને રાધનપુરમાં 100 ટન છાણનું રોજ પ્રોસેસિંગ થશે : 6 પ્લાન્ટ સાથે દૈનિક ક્ષમતા 515 ટન પર પહોંચશે, વાર્ષિક 34 હજાર ટન કાર્બન ઉત્સર્જન ઘટશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે3:18 PM IST
ગુમ કે ચોરાયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે : ૫૦.૭૫ ટકાની ઊંચી વસૂલાત દર સાથે મેળવી મોટી સફળતા : CEIR પોર્ટલના ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ નોડલ અધિકારીઓનું સન્માન : સીઆઈડી ક્રાઈમ અને રેલવેના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ તેમજ DoT ગુજરાત LSA ના અપર મહાનિર્દેશક ગિરીશ કટારિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં આણંદ પ્રથમ, ડાંગ બીજા અને અમદાવાદ શહેર ત્રીજા ક્રમે રહ્યા : રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૮,૫૩૩ મોબાઈલ બ્લોક કરી ૭૪,૮૨૩ મોબાઈલ અસલી માલિકોને પરત અપાયા1:17 PM IST
સુરતમાં એસીબીની સફળ ટ્રેપ : આર્મ ASI કિરણભાઇ રમણભાઇ રોહીત વતી રૂ. ૯,૦૦૦ ની લાંચ સ્વીકારનાર ખાનગી ઇસમ અમીતકુમાર નગીનભાઇ પ્રજાપતિ ઝડપાયા : પીઆઈ કે.એન. વાઘેલા અને પીઆઈ આર.કે. ગોસાઈની ટીમે માંડવી રોડ પર કરંજ ટોલનાકા પાસે સહયોગ હોટલ નજીક કાર્યવાહી કરી ટ્રક દીઠ હપ્તાની લાંચ કૌભાંડનો પર્દાફાશ કર્યો10:06 PM IST
અમદાવાદના ઓઢવ રાજેન્દ્ર પાર્ક બ્રિજ ઉપર થયેલ 34 લાખની લૂંટ અને અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો: મુખ્ય આરોપીની ધરપકડ : ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પ્રિતમ ગોહિલની ધરપકડ કરી:લૂંટનું કાવતરું ઘડી સાગરીતોને ટીપ આપી:લૂંટ માટે સાગરીતને 5 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી:વિશ્વજીત ગોસ્વામી અને મહિપાલની નામના આરોપીની સંડોવણી હોવાની કબૂલાત.6:52 PM IST
બનાસકાંઠાના ભીલડીમાં રૂ. ૩૮.૮૩ કરોડના ખર્ચે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું નિર્માણ : અત્યાધુનિક પ્રજનન તકનીકથી વાર્ષિક ૨૫,૦૦૦ ભ્રૂણ વિકસિત કરવાનો લક્ષ્યાંક : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૩૦ ઓક્ટોબરે કરશે લોકાર્પણ : એક જ ઉત્કૃષ્ટ ગાયથી વર્ષમાં ૧૦ થી ૨૦ વાછરડીઓ મેળવી શકાશે : જ્યારે પશુપાલકોને માત્ર રૂ. ૧૦૦૦માં મળશે એક ભ્રૂણની સુવિધા1:16 PM IST
રોજ ૧૦૦ કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો માટે ભીના કચરાનું પ્રોસેસીંગ ફરજિયાત : સ્વચ્છતા માત્ર સરકારી યોજના નહી, આપણી જીવનશૈલીઃ એમ.થેન્નારસન ગાંધીનગરમાં પી.આઈ.બી. અને રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં એમ.થેન્નારસન, રેમ્યા મોહન, પુષ્પલતા વગેરે ઉપસ્થિત રહયા હતા.2:45 PM IST
ચોરાઉ મોબાઈલ શોધવામાં ગુજરાતે દેશમાં બીજો નંબર મેળવ્યો : મોબાઇલ ચોરીથી લોકોના નુકશાન સાથે, સાયબર ફ્રોડ માફિયાઓ, દેશદ્રોહી તત્વોને ટ્રેસ કરવા મુશ્કેલ બનતા ઝુંબેશનું સુપરવિઝન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ Cid વડા ડો. કે.એલ.એન. રાવને સુપરત કરવાનો નિર્ણય રામબાણ પુરવાર આણંદ sp ગૌરવ જસાણીની આગવી સુઝ જહેમત ફળીઃ આણંદે ગુજરાતમાં મોબાઇલ શોધવામાં પહેલો નંબર મેળવ્યોઃ ડાંગ બીજા ક્રમેં, અમદાવાદ ત્રીજા ક્રમ મેળવ્યોઃ pi જયમીન ડોડીયા, psi જયદીપ અનડકટ વિગેરેનું બહુમાન થય2:16 PM IST
કચરા કલેકશનમાં વેઠ ઉતારતી ત્રણ એજન્સીઓના રૂા. ૩૩ કરોડનું પેમેન્ટ રોકી દેવાયું : ઓમ સ્વચ્છતા, એવરગ્રીન અને અર્હમ એજન્સી સામે મનપાના સત્તાધીશોનું કડક વલણ : રૂા. ૧ર૦૦ કરોડના કોન્ટ્રાકટ છતાં સફાઇમાં ધાંધિયા મેયરનો આદેશ, કામગીરી સુધરે નહીં ત્યાં સુધી એક રૂપિયો પણ નહીં ચુકવાય : ત્રણ માસથી નાણા અટકતાં એજન્સીઓમાં કચવાટ 2:40 PM IST
પૂ. ગીરીબાપુના આશીર્વાદ લેતા જાની દંપતિ3:40 PM IST
બાલાજીના દર્શને કૌશિકભાઈ વેકરિયા2:35 PM IST
દિવાળીમાં રાજકોટ બનશે રોશનીનું નગર : રેસકોર્સ રિંગરોડ રોશનીથી ઝળહળી ઊઠશે : મનપા દ્વારા ‘રંગ, રોશની અને રાજકોટ' દીપાવલી ઉત્સવનું ભવ્ય આયોજન : ધનતેરસે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા પણ યોજાશેઃ ડી.જે.ની ધમાલ વિના દીપોત્સવની ઉજવણી થશેઃ શાસકો કાલે સત્તાવાર જાહેરાત કરે તેવી શકયતા2:39 PM IST
શ્રી બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં કાળી ચૌદશના ૧૦૮ કુંડી મારુતિ મહાયજ્ઞ : ઇચ્છાઓ સઘળી ફળે...જેને શ્રી બાલાજીદાદાની કૃપા મળે... : શ્રી બાલાજી હનુમાનજી મંદિરના મહંત શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નીશ્રામાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના દિવ્ય આશીર્વાદ અને બાપુ સ્વામી શ્રી હરિચરણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં આયોજન : યજ્ઞમાં યજમાન તરીકે બેસવા ઈચ્છતા તમામ ભક્તોએ મંદિર કાર્યાલય-ઓફિસ ખાતે રૂબરૂ પોતાનું નામ અગાઉથી નોંધાવી લેવાનું રહેશે2:36 PM IST
મહારાષ્ટ્રના નકસલમુકત થયેલા વિસ્તારોનાં નાગરિકોનું પ્રતિનિધિ મંડળ રાજકોટની મુલાકાતે : મહાત્મા ગાંધી મ્યુઝિયમ, વોટ્સન મ્યુઝિયમ સહિતના સ્થળોની મુલાકાત લઈ રાજકોટનાં ઐતિહાસિક વારસાને નિહાળ્યોઃ ગાંધીજીની ભૂમિ પર આવીને ધન્યતાની લાગણી અનુભવીઃ વિકાસ માટે ભાઈચારાની ભાવના અને શાંતિ ખૂબ જરૃરીઃ પ્રતિનિધિ મંડળ3:54 PM IST
ચોટીલા PGVCLમાં રૂ.૬૦ હજારની લાંચ લેતા કર્મચારી ACBના છટકામાં ઝડપાયા બાદ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ચકચાર : ભાજપના જ શાસનમાં ભાજપના સ્થાનિક આગેવાને વર્ણવી વાસ્તવિકતા! : ખેડૂતોને વીજચોરીના નામે દંડની ધમકી આપી કથિત તોડ કરાતો હોવાનો સ્થાનિક આગેવાનનો ગંભીર આક્ષેપઃ ઉપરી અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસની માંગ11:30 AM IST
ઉનાના વાંસોજમાં જમ્યા બાદ મૃત્યુ પામેલ બાળકીના મૃતદેહનું જામનગરમાં પોસ્ટમોર્ટમ : પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશેઃ જમ્યાબાદ બાળકી સાથે માતા પિતાની તબીયત બગડી હતી અને ઘેર ડોકટર બોલાવીને બાટલા ચઢાવ્યા હતાઃ ફુડ પોઇઝનીંગ કે સારવારમાં બેદરકારી..? પોલીસ દ્વારા તપાસ1:20 PM IST
પોરબંદરમાં પૂ.ખાનુરામજી ૭પમી વરસી ઉત્સવ : ત્રિદિવસીય ઉજવણી : ૩૦મી ઓકટોબરથી ૧લી નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોઃ ઉલ્લાસનગરના અનીલ ભગતનો ધમાકેદાર પ્રોગ્રામ : સંતવાણી : ડી.જે.રાસ ગરબા : ગુરૂગ્રંથ પાઠ : ભંડારો : લંગર પ્રસાદ : સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ વરસી ઉત્સવમાં મુખ્ય મહેમાનપદે અર્જુનભાઇ મોઢવાડીયા, બાબુભાઇ બોખીરીયા, મેયર સાગરભાઇ મોદી તેમજ નગરપાલીકાના પુર્વ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા તેમજ વિવિધ જ્ઞાતિના તેમજ સેવાભાવી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેશે બહારગામથી પધારેલા ભકતજનો માટે ત્રણેય દિવસ લંગર પ્રસાદ અને સિંધુભવન ખાતે રહેવાની સુવિધા11:47 AM IST
જામનગરની સરકારી ITI કોલેજમાં વિદ્યાર્થીઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત: પીવાના પાણી અને વોશરૂમની અછતથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ, ABVP મેદાને : પરીક્ષા ફી ભરવા દબાણ અને એડમિશન રદ કરવાની ધમકીના આક્ષેપ સાથે ABVP દ્વારા ITIના પ્રિન્સિપાલને ઉગ્ર રજૂઆત : ત્રણ દિવસમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય તો જામનગરમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી - નગરમંત્રી રાજવીર ગઢવીની આગેવાનીમાં આવેદન2:05 PM IST
કચ્છમાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ ઉપર અંતે તંત્રનો સપાટો: ચાર અલગ-અલગ દરોડામાં રેતી-સાદીમાટીના ગેરકાયદે ખનનનો : તાજેતરમાં ભુજ પાસે માફિયાઓ દ્વારા અધિકારીઓ ઉપર હુમલાના પ્રયાસનો બનાવ, જોકે, પ્રતિબંધિત બોક્સાઈટ સહિતની ચોરીઓમાં માત્ર ઉપરછલ્લી તપાસ, અસલ ખનન માફિયાઓ સુધી પહોંચવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ9:22 AM IST
વિદેશની ધરતી પર સર્જાયું રક્તરંજિત તાંડવ: સ્પેનમાં બે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનો સામસામે ભયાનક રીતે ધડાકાભેર અથડાતાં ૪૦ માસૂમ મુસાફરોના કમકમાટીભર્યા મોત : કાન ફાડી નાખે તેવા ગોઝારા વિસ્ફોટ સાથે ટ્રેનોના ડબ્બાઓના કૂચેકૂચા ઊડી ગયા: લોહીલુહાણ દ્રશ્યો અને મરણચીસોથી આખું યુરોપ કંપી ઊઠ્યું: લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વિશ્વના રેલવે ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક અને અકલ્પનીય ધડાકો: દક્ષિણ આફ્રિકામાં એકસાથે ૬૯૬ ડબ્બા સાથે દોડી દુનિયાની સૌથી લાંબી ટ્રેન:સર્જાયો અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ : કિલોમીટરો લાંબી નાગણની જેમ દોડતી લોખંડી ટ્રેનનો મહાકાય નજારો જોઈને આખી દુનિયાના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
આફ્રિકાના ઈથિયોપિયામાં ધાર્મિક આતંકનો ભયાનક ધડાકો: ઈસાઈ ચર્ચોને નિશાન બનાવી અંધાધૂંધ ગોળીબાર અને ખૂની હુમલો: ૪૭થી વધુ નિર્દોષ લોકોના કમકમાટીભર્યા મોત : પવિત્ર પ્રાર્થના સ્થળો પર મશીનગનોથી રક્તરંજિત તાંડવ મચાવી માનવતાને શરમાવતું હીન કૃત્ય: ધડાકા અને લોહીની નદીઓ વહેતી જોઈને વિશ્વભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
મિડલ ઈસ્ટની રાજનીતિમાં ખતરનાક ભૂકંપ: ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂ અને ગાદી આઈઝનકોટ વચ્ચે સત્તા માટે ખુંવાર જંગ: બંને પક્ષો બહુમતીથી જોસોબંધ દૂર રહેતા મોટો ધડાકો : સિંહાસન મેળવવાની આ અતિ-સંવેદનશીલ રમત અને હાઈ-વોલ્ટેજ ડ્રામાથી ઈઝરાયલના રાજકીય ગલિયારામાં મચી ગયો ભયાનક હહાકાર: દુનિયાભરના રાજકીય પંડિતોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
આઈટી ક્ષેત્રે અત્યાર સુધીનો સૌથી ભયાનક અને કાળમુખો ધડાકો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના નામે માઈક્રોસોફ્ટ કંપની રાક્ષસી મોડમાં: એકસાથે ૬૦ હજાર કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢશે : ટેકનોલોજીની દુનિયામાં AI ની કાળી ડિબાંગ છાયા ફેલાતાં લાખો એન્જિનિયરોના રોજગાર પર મરણતોલ ઘા: રોજીરોટી છીનવાઈ જવાની દહેશતથી આઈટી પ્રોફેસનલ્સના છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2027) મિની ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સોફી મોલિન્યુને ૧.૧૦ કરોડમાં ખરીદીને યુપી વોરિયર્સે બનાવ્યો રેકોર્ડ : કિરણ નવગિરેને દિલ્હીએ ૭૫ લાખ આપ્યા : કેરળના કોચ્ચિ ખાતે યોજાયેલી WPL ૨૦૨૭ની મિની હરાજીમાં કુલ ૧૫૦ ખેલાડીઓમાંથી ૨૫ ખેલાડીઓ પર બોલી લગાવાઈ : તમામ પાંચેય ફ્રેન્ચાઇઝીઓએ પોતાના ખાલી સ્લોટ ભરીને આગામી ૧૪ જાન્યુઆરીથી શરૂ થનારી ટૂર્નામેન્ટ માટે મજબૂત સ્કવાડ તૈયાર કર્યો10:22 PM IST
ગોંડલના સેવાભાવી નલીનભાઈ જડિયાનો જન્મદિવસ10:22 AM IST














































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

















































































































































































































