News of Wednesday, 28th October 2026
સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોના વેચાણની અનિયમીતતા સંદર્ભે રાજકોટના કૃષ્ણપરાના ૮ વેપારીને ૮૦ હજારનો દંડ
એડી.કલેકટર બારોટ દ્વારા કાર્યવાહીઃ ફુડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ બાદ કેસો ચલાવાયા

રાજકોટ તા.૨૮: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવા માટે તંત્ર દરોડા પાડી રહયુેં છે. નિયમોનું પાલન ન કરનારા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ દંડાત્મક પગલાં લેવામાં આવી રહયા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓની તપાસ અને કેસની સુનાવણી બાદ વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. આઠ કેસમાં પ્રત્યેક વેપારીને રૂ. ૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. કુલ દંડ રૂ. ૮૦,૦૦૦ થાય છે. કેસની વિગતોમાં સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરવું તેમજ સંબંધિત ખાદ્ય પદાર્થોના વેચાણને લગતી અનિયમિતતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તમામ કેસો રાજકોટના એડિશનલ કલેક્ટર જે. એચ. બારોટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની સુનાવણી અને ઉપલબ્ધ વિગતોને આધારે વેપારીઓ સામે દંડાત્મક હુકમ કરવામાં આવ્યા હતા.
દંડની વિગતો મુજબ, ઉદભાઈ રહેમાનભાઈ કટારિયા, એસ. મીરા ચિકન, કળષ્ણપરા, પરા બજાર, રૂ. ૧૦,૦૦૦નો દંડ, યુનુસ માંડલિયા, કળષ્ણપરા, પરા બજાર, રૂ. ૧૦,૦૦૦નો દંડ,ત્રીજા કેસમાં જાવેદ ઉમરભાઈ ચૌહાણ, કળષ્ણપરા, પરા બજાર, રાજકોટને પણ રૂ. ૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગનીભાઈ ગફરભાઈ કટારિયા, કળષ્ણપરા, પરા બજાર, રૂ. ૧૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. સોહેબલાલભાઈ ચૌહાણ, વસલીયા મટન શોપ, કળષ્ણપરા, પરા બજાર, રૂ. ૧૦,૦૦૦નો દંડ તથા હુસેન અહમદભાઈ ચૌહાણ, કળષ્ણપરા, પરા બજાર, રાજકોટ સામે રૂ. ૧૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. રફીકભાઈ ચૌહાણ, રજા મટન શોપ, કળષ્ણપરા, પરા બજાર, રૂ. ૧૦,૦૦૦નો દંડ, જ્યારે ઇકબાલભાઈ ઇસ્માઇલભાઈ ચૌહાણ, કળષ્ણપરા, પરા બજાર, રૂ. ૧૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. દરેક વેપારીને રૂ. ૧૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો હોવાનું નોંધાયું છે.(૨.૧૩)
(4:30 PM IST)










