તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
વિદેશમાં લગ્ન કરવા ઇચ્છુક યુવાઓ માટે યોજાયો માર્ગદર્શન સેમિનાર
ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન, ગાંધીનગર તથા એનઆરજી સેન્ટર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે

રાજકોટ : સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એઆરજી સેન્ટર રાજકોટના ચેરપેર્સન અને પ્રોજેક્ટ લાઈફના જોઈન્ટ એક્ઝીકયુટીવ ટ્રસ્ટી અને સીઇઓ શ્રીમતી મીતલ કોટિચા શાહની યાદીમાં જણાવાયુ છે કે ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન, ગાંધીનગર તથા એનઆરજી સેન્ટર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિદેશમાં લગ્ન અંગે જાગળતતા વિષય પર માર્ગદર્શન સેમિનારનું અર્ર્પિત ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ કોલેજ હડાળા ખાતે કોલેજની વિદ્યાર્થીનીઓ માટે આયોજન કરાયુ હતુ. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વિદેશમાં લગ્ન કરવા ઇચ્છુક યુવક-યુવતીઓ તથા તેમના વાલીઓને લગ્ન સંબંધિત કાયદાકીય જોગવાઈઓ, જરૂરી દસ્તાવેજો, પાત્રની પળષ્ઠભૂમિની ચકાસણી અને લગ્ન પહેલાં રાખવાની આવશ્યક સાવચેતીઓ અંગે જાગળત કરવાનો હતો, જેથી તેઓ પૂરતી માહિતી અને સમજણના આધારે જવાબદારીપૂર્વક નિર્ણય લઈ શકે. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન, ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેલા મામલતદાર શ્રી ચૈતન્ય સંઘાણીએ ફાઉન્ડેશનના ઉદ્દેશો, એનઆરજી સેન્ટરોની ભૂમિકા અને વિદેશમાં લગ્ન અંગે જાગળતિ કેળવતા આવા માર્ગદર્શન સેમિનારોની ઉપયોગિતા વિશે વિસ્તળત માહિતી આપી હતી. સરકારી સ્તરે હાથ ધરવામાં આવતી આ પ્રકારની જાગળતિ પ્રેરક પહેલને શૈક્ષણિક સંસ્થા સુધી પહોંચાડવા માટે તેમની ઉપસ્થિતિ અને માર્ગદર્શને કાર્યક્રમને વિશેષ મહત્ત્વ પૂરું પાડયું હતું. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીથી ઉપસ્થિતોને ફાઉન્ડેશનની કામગીરી અને વિદેશ સ્થિત ગુજરાતીઓના હિતમાં હાથ ધરાતી પ્રવળત્તિઓ વિશે સમજ મેળવવાની તક મળી હતી. સેમિનારના મુખ્ય વક્તા તરીકે ગુજરાત હાઇકોર્ટ તથા ભારતની સર્વોચ્ચ અદાલતનાં એડવોકેટ શ્રી પ્રીતિ જોશીએ વિદેશમાં લગ્ન સંબંધિત કાયદાકીય બાબતો અંગે વિસ્તળત અને માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ખાસ ભાર મૂકયો હતો કે વિદેશમાં વસવાટ કરતા પાત્ર સાથે લગ્નનો નિર્ણય લેતી વખતે માત્ર વિદેશમાં રહેવાના આધારે નિર્ણય ન લેવો જોઈએ, પરંતુ પૂરતી તપાસ, સાવચેતી અને વિચાર વિમર્શ બાદ જ આગળ વધવું જોઈએ. વ્યાખ્યાન બાદ યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિતોને પોતાના પ્રશ્નો રજૂ કરી નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યુ હતુ. એનઆરજી સેન્ટર રાજકોટના સેક્રેટરી અને પ્રોજેક્ટ લાઈફના ચીફ ડેવલપમેન્ટ એન્ડ ઓપરેટીંગ ઓફિસર શ્રી ઋષિકેશભાઇ પંડયાએ જણાવ્યું કે ભારત સરકારના બિન-ગુજરાતી તેમજ વિદેશસ્થ ભારતીયો સાથે સંપર્ક અને જોડાણને પ્રોત્સાહન આપવાના અભિગમ તથા ગુજરાત સરકારની પહેલના ભાગરૂપે કાર્યરત નોન-રેસિડેન્ટ ગુજરાતીઝ સેન્ટરો દ્વારા વિદેશમાં વસતા ગુજરાતીઓ અને તેમના વતન વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પ્રવળત્તિઓ હાથ ધરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં છ એનઆરજી સેન્ટરો કાર્યરત છે, જે બિન-ગુજરાતી ભારતીયો અને વિદેશસ્થ ગુજરાતીઓને તેમના વતન સાથે જોડવા, જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા અને માર્ગદર્શન પૂરું પાડવાની દિશામાં કાર્ય કરે છે. કાર્યક્રમના અંતે કેમ્પસ ડિરેક્ટર ડો. નવીન કુમારે આભારવિધિ કરી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. કાર્યક્રમમાં શ્રી ચૈતન્ય સંઘાણી, શ્રી ઋષિકેશ પંડયા, શ્રી કરશનભાઈ લીંબાસિયા, સુશ્રી પ્રીતિ જોશી, ડો. નવીન કુમાર, એન્જિનિયરિંગ વિભાગના ડિરેક્ટર ડો. પંકજ ચરોલા, નસિર્ંગ વિભાગનાં પ્રિન્સિપાલ ડો. સુધારાણી તથા બીએચએમએકસ વિભાગના પ્રિન્સિપાલ ડો. આનંદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(2:47 PM IST)










