તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
જામવંથલી-અલિયાબાડા ડબલિંગ કામગીરીના કારણે વધુ કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર
બે ટ્રેનોનું જામવંથલી સ્ટેશને સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ; અન્ય ચાર ટ્રેનોના સંચાલનમાં પણ ફેરફાર

રાજકોટ, તા. ર૮ : પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનમાં જામવંથલી-અલિયાબાડા રેલવે સેક્શન પર ડબલિંગ કાર્ય અંતર્ગત જામવંથલી સ્ટેશન ખાતે ૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૧૫:૨૦ વાગ્યાથી સાંજે ૧૯:૫૦ વાગ્યા સુધી ૪ કલાક અને ૩૦ મિનિટનો રેલવે બ્લૉક લેવામાં આવશે. આ કામગીરીના કારણે વધુ કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ પ્લેટફોર્મની અનુપલબ્ધતાને લીધે બે ટ્રેનોનું જામવંથલી સ્ટેશને સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ રહેશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ
૧) ટ્રેન નંબર ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ
૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થનારી ટ્રેન નંબર ૧૨૪૭૬ને માર્ગમાં ૩ કલાક રેગ્યુલેટ (મોડી) કરવામાં આવશે.
૨) ટ્રેન નંબર ૨૨૯૪૦ બિલાસપુર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ
૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બિલાસપુરથી રવાના થનારી ટ્રેન નંબર ૨૨૯૪૦ ડાયવર્ટ કરેલા રૂટ પર ઓખા જશે. આ દરમિયાન આ ટ્રેન રાજકોટ, ભક્તિનગર, વાંસજાળિયા અને કાનાલૂસ થઈને દોડશે. પરિણામે, આ ટ્રેનનું હાપા અને જામનગર સ્ટેશને સ્ટોપેજ રહેશે નહીં.
૩) ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ
૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બાંદ્રા ટર્મિનસથી રવાના થનારી ટ્રેન નંબર ૨૨૯૨૩ની મુસાફરી રાજકોટ સ્ટેશન પર જ સમાપ્ત કરવામાં આવશે. આ કારણોસર આ ટ્રેન રાજકોટ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
૪) ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ
૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રવાના થનારી ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગરને બદલે રાજકોટ સ્ટેશનથી પોતાની મુસાફરી શરૂ કરશે. આ કારણોસર આ ટ્રેન જામનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
જામવંથલી સ્ટેશન પર બે ટ્રેનોનું સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ
ડબલિંગ કામગીરી દરમિયાન પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે નીચે મુજબની ટ્રેનોનું જામવંથલી સ્ટેશન પર સ્ટોપેજ નિયત સમયગાળા માટે અસ્થાયી ધોરણે રદ કરવામાં આવ્યું છેઃ
૧) ટ્રેન નંબર ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ
૨૮ ઑક્ટોબરથી ૩ નવેમ્બર, ૨૦૨૬ સુધી મુંબઈ સેન્ટ્રલથી રવાના થનારી ટ્રેન નંબર ૨૨૯૪૫નું જામવંથલી સ્ટેશને સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ રહેશે.
૨) ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ
૨૯ ઑક્ટોબરથી ૪ નવેમ્બર, ૨૦૨૬ સુધી ઓખાથી રવાના થનારી ટ્રેન નંબર ૨૨૯૪૬નું જામવંથલી સ્ટેશને સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ રહેશે.
રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ મુસાફરી શરૂ કરતાં પહેલાં પોતાની સંબંધિત ટ્રેનની સ્થિતિ અને સંચાલન અંગેની તાજેતરની માહિતી મેળવી લે.
(4:27 PM IST)










