તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામા નયારા એનર્જી રિફાઇનરી ખાતે આતંકવાદી હુમલાની મોકડ્રિલ યોજાઈ
જિલ્લા પોલીસ, SOG, CISF અને નયારા સિક્યુરિટી ટીમનો સંયુક્ત અભ્યાસ, કટોકટીના સમયે ત્વરિત પ્રતિસાદ અને સંકલનની ચકાસણી કરાઈ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.28 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી નયારા એનર્જી રિફાઇનરી ખાતે આતંકવાદી હુમલાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક વિશાળ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રિલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), નયારા એનર્જીની સિક્યુરિટી ટીમ તથા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો.
આ મોકડ્રિલનો મુખ્ય હેતુ આતંકવાદી હુમલા જેવી ગંભીર પરિસ્થિતિમાં રિફાઇનરીની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવી, વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવું અને કટોકટીના સમયે તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ આપવાની કામગીરીનું મૂલ્યાંકન કરવાનો હતો.
મોકડ્રિલ દરમિયાન તમામ ટીમો દ્વારા સુનિયોજિત રીતે કાર્યવાહી કરીને આતંકવાદી ખતરાનો સામનો કરવાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
