તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
વામ્બે આવાસ ક્વાર્ટર પાસે ૨.૪૩ લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ક્રાઇમ બ્રાંચે પકડી
વિનોદ ઉર્ફે વિનુ મણવરની શોધઃ પીઆઇ એ.એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની ટીમની કામગીરીઃ કનકસિંહ સોલંકી અને ગોપાલસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨૮: દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે દારૂના ધંધાર્થીઓએ રેલમછેલ કરવા તૈયારી કરી લીધી છે. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચે વામ્બે આવાસ યોજના ક્વાર્ટર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક કાર પકડી લીધી છે. આ કાર મુકીને ભાગી ગયેલા શખ્સનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.ક ારમાંથી રૂા. ૨,૪૩,૬૦૦નો અલગ અલગ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ ડીસીબીની ટીમ દારૂ, જૂગાર, ચોરી, ચીલઝડપ, લૂંટ સહિતના બનાવો ન બને અને દારૂના કેસ, આર્મ્સ એક્ટના કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્યારે ગોપાલસિંહ જાડેજા, કનકસિંહ સોલંકીને બાતમી મળી હતી કે કાલાવડ રોડ વામ્બે આવાસ યોજના ક્વાર્ટર પાસેની શેરીમાં એક ક્રેટા કાર રેઢી પડી છે અને તેમાં દારૂનો જથ્થો છે જે કટીંગ થવાનો છે. આ બાતમીને આધારે ટીમ તૂરત જ પહોંચી હતી. ત્યારે જીજેઇ૩પીએમ-૩૮૧૩ નંબરની કાર રેઢી મળી આવી હતી. તેમાં ચાલક કે કોઇ બીજા શખ્સો હાજર નહોતાં.
તપાસ કરતાં કારમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીના રૂા. ૧,૦૯,૨૦૦ની ૧૮૦ એમઅલની ૩૨૬ બોટલો, ઓલ સીઝન્સ વ્હીસ્કીના રૂા. ૧,૩૪,૪૦૦ના ૩૮૪ ચપલા મળી આવ્યા હતાં. આ ઉપરાંત કારમાંથી રૂા. ૫૦ હજારનો આઇફોન પણ મળ્યો હતો. દારૂ, કાર, ફોન મળી કુલ રૂા. ૧૩,૯૨,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસે તપાસ કરતાં આ ગાડી મુકીને વિનોદ ઉર્ફે વિનુ મુકેશભાઇ મણવર (રહે. વામ્બે આવાસ યોજના ક્વાર્ટર) ભાગી ગયાનું ખુલતાં તે તથા બીજા જે કોઇ સામેલ હોઇ તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં હેડકોન્સ. કનકસિંહ સોલંકી, ગિરીરાજસિંહ જાડેજા, દીપકભાઇ ચોૈહાણ, ગોપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. મનીષભાઇ ચાવડા, રાજેશભાઇ ચાવડાએ આ કામગીરી કરી હતી.
(2:40 PM IST)










