<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

બેલા(આ.) ગ્રામ પંચાયતની દફત૨ તપાસણી કરતા કલેકટર.

પેટા આરોગ્ય કેન્દ્ર, તાલુકા શાળા, આંગળવાડી અને સસ્તા અનાજની દુકાનની પણ મુલાકાત લીધી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જિલ્લા કલેકટરે બેલા(આ.) ગામ ખાતે ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરી હતી. જે દરમિયાન ગામતળ નક્શો, દરેક ગામ નમૂના નંબરના રેકોર્ડ તથા ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ રેકોર્ડ રજીસ્ટરની જીણવટ પૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના ખરાબા, ગૌચર અને વીડી વિસ્તારની પ્રત્યક્ષ સ્થળ ચકાસણી કરી હતી. આ ઉપરાંત પાત્ર નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ તાત્કાલિક મળી જાય તે અંગે સૂચન કર્યું હતું તથા ગામલોકો સરકારી યોજનાઓ વિશે જાણે અને વધુમાં વધુ લોકો લાભ લઈ સુવિધાયુક્ત અને સુખાકારી જીવન જીવી શકે તે માટે હાજર અધિકારીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
   કલેકટર સ્વપ્રિલ ખરેએ ગામની મુલાકાત દરમિયાન ગામના પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ હાજર ડૉક્ટર સાથે ગામ લોકોનું જીવન સ્વાસ્થપૂર્ણ બને તે અંગે ચર્ચા કરી હતી ત્યારબાદ ગામની શાળા અને આંગળવાડીની પણ મુલાકાત લીધી જ્યાં હાજર બાળકોને શૈક્ષણિક પ્રશ્નો પૂછ્યા હતાં અને તેમની જોડે વાર્તાલાપ કર્યો હતો તથા કલેકટર સ્વપ્રિલ ખરે દ્વારા બાળકોને આપવામાં આવતા મધ્યાન ભોજનની જાતે પ્રત્યક્ષ રીતે ચાખીને સ્વાદ તથા ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી અને કાયમી આ મુજબ જ બાળકોને પોષણયુક્ત અને ગુણવત્તાયુક્ત આહાર મળે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરી રેકોર્ડ મુજબ અનાજના જથ્થાની ખરાઈ કરવા આવી હતી

(1:13 AM IST)