તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
‘સીએ'ની પ્રેક્ટીસમાં એઆઈનો ઉપયોગઃ રાજકોટમાં કોન્ફરન્સ સંપન્ન
મેયર ડો.નેહલ શુક્લના હસ્તે ઉદ્ઘાટનઃ આઈસીએઆઈના ચરણજોતસિંહ નંદા અને ઉમેશ શર્મા જોડાયા

રાજકોટઃ બ્રાન્ચ ઑફ ડબલ્યુઆઈ આરસી ઓફ આઈસીએઆઈ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન આઈસીએઆઈની એઆઈકમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. એઆઈના વિવિધ વ્યવહારુ ઉપયોગો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ની પ્રેક્ટિસમાં એઆઈનો ઉપયોગ, જોખમ વ્યવસ્થાપન, કાર્યક્ષમતામાં વધારો અને આધુનિક ટેક્રોલોજી દ્વારા વ્યવસાયિક કામગીરીને વધુ અસરકારક બનાવવા જેવા મહત્વપૂર્ણ વિષયો પર દેશભરના પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કોન્ફરન્સનું ઉદ્ધાટન રાજકોટના મેયર ડો. નેહલ શુક્લાના હસ્તે કરવામાં આવેલ. આઈસીએઆઈના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ અને એઆઈ કમિટીના ચેરમેન ચરણજોત સિહ નંદા તથા એઆઈ કમિટીના વાઇસ ચેરમેન ઉમેશ રામનારાયણ શર્મા વિડિયો કોલના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા.
કોન્ફરન્સના પ્રથમ દિવસે અંકિત જલાન (ગુવાહાટી) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અંકુર ગુપ્તા (દિલ્હી) દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્શ્વ. ભાવિન ગોકલાણી (અમદાવાદ) દ્વારા જુદા-જુદા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોન્ફરન્સના બીજા દિવસે ફેનિલ શાહ (અમદાવાદ) દ્વારા ત્યારબાદ રામનદીપ સિહ (દિલ્હી) દ્વારા અને અંતિમ સેશનમાં જૈનમ શાહ
અમદાવાદ) દ્વારા એઆઈને સ્પર્શતા અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોન્ફરન્સના પ્રથમ દિવસે ઉપસ્થિત સભ્યોએ મનોરંજન માણવા સાથે પરસ્પર નેટવર્કિગ અને વિચારોના આદાન-પ્રદાનનો હાથ ધરેલ.
આ બે દિવસીય નેશનલ કોન્ફરન્સ દરમિયાન રાજકોટ તથા આસપાસના વિસ્તારોમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં આઈસીએઆઈ રાજકોટ બ્રાન્ચના પદાધિકારીઓ તથા કમિટી સભ્યો મૌલિક બગડાઈ ચેરમેન, ઘ્ખ્ ધવલ દોશી - વાઇસ ચેરમેન અને ડબલ્યુઆઈસીએએસએના ચેરમેન, જયેશ ધનેજા સેક્રેટરી, હિરેન રાયચુરા - ટ્રેઝરર, રાજ મારવાણીયા - ઇમિડિયેટ પાસ્ટ ચેરમેન તથા ઘ્ખ્ વિપુલ દત્તાણી અને બાદલ સોનપાલ - કમિટી મેમ્બરનો સમાવેશ થાય છે.
(2:37 PM IST)










