તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
મોરબીમાં અંધ અને અપંગ ગાયોના લાભાર્થે રવિવારે બે ફટાકડા સ્ટોરનો શુભારંભ.
મહંત દામજી ભગતના વરદ હસ્તે ઉદ્ઘાટન: રવાપર અને શનાળા રોડ પર બે સ્ટોલ ઊભા કરાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અંધ અને અપંગ ગાયોની સેવા ક૨તા 'અભિલાષા ગૌ સેવા યુવક મંડળ-બગથળા' દ્વારા ફટાકડાના સ્ટોરનું ભવ્ય આયોજન ક૨વામાં આવ્યું છે. 'શ્રી અભિલાષા ગૌશાળા' ના લાભાર્થે શરૂ થવા જઈ રહેલા આ ફટાકડા સ્ટોરનું ઉદ્ઘાટન આગામી તારીખ 1 નવેમ્બર 2026 ને રવિવારના રોજ સવારે 9:30 કલાકે નકલંક મંદિર-બગથળાના મહંત પૂજ્ય દામજી ભગતના વરદ હસ્તે કરવામાં આવશે.
આ ફટાકડા સ્ટોરની વિશેષતા એ છે કે અહીં તમામ ફટાકડા બ્રાન્ડેડ કંપનીના અને તદ્દન નવા સ્ટોક સાથે ઉપલબ્ધ હશે. ગ્રાહકોને અમદાવાદ કરતાં પણ સસ્તા ભાવે ફટાકડાનું વિતરણ કરવામાં આવશે. આ ફટાકડાના વેચાણમાંથી જે કંઈ નફો થશે તે સંપૂર્ણપણે અંધ અને અપંગ ગાયોની સેવા તથા નિભાવવા માટે વાપરવામાં આવશે.
ફટાકડા સ્ટોરના સ્થળો:
1. ઉમા હોલ, રવાપર ગામ પાસે, બહુચરાજી મંદિરની સામે, મોરબી.
2. જીઆઈડીસી, સંસ્કાર બ્લડ બેન્ક સામે (પ્રસંગ હોલની બાજુમાં), શનાળા રોડ, મોરબી.
અભિલાષા ગૌ સેવા યુવક મંડળ દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ ફટાકડા સ્ટોલની મુલાકાત લઈ, ફટાકડાની ખરીદી કરે અને ગૌસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બને
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
