તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
પંજાબઃ ૩૫ લાખની કિંમતનો ચેમ્પિયન પાડો ચોર ચોરી ગયા
શોધી આપનારને માલિક ૧ લાખનું ઈનામ આપશે

કપૂરથલા,તા.૨૮: પંજાબના કપૂરથલા જિલ્લામાંથી એક ચોંકાવનારી ખબર આવી છે. જિલ્લાના કાલા સંધિયામાં છેલ્લા કેટલાક સમયથી રોજ રાતના સમયે લોકોની ભેંસની ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. હવે ગત રાતે એક વિસ્તારમાંથી પાડો ચોરી થઈ ગયો છે. માલિક કમલજીત સિહને સવારે જાણકારી મળી કે તેમનો પાડો ચોરી થઈ ગયો છે, તો તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સૌથી મોટી વાત એ છે કે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ નાખી છે અને પોતાના રાજાને શોધનારાને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરી છે. આ કારણે પોસ્ટ વાયરલ થઈ ગઈ છે.
કહેવાય છે કે કાલા સંધિયામાં વાડામાં રાખેલી ભેંસોમાંથી એક પાડો ચોરી થઈ ગઈ છે. પાડાના માલિક કમલજીત સિહનું કહેવું છે કે તે પંજાબના ગામમાં થનારી હલ્ટ રેસમાં ખૂબ જ ફેમસ હતો. છેલ્લા ૧૦ વર્ષોથી હાલ્ટ રેસમાં સતત વિજેતા રહ્યો છે. ગત રાતે તે ચોરી થઈ ગયો છે. શોધવાની ઘણી કોશિશ કરી, પણ તે મળ્યો નહીં. કમલજીત સિહે જણાવ્યું કે, તેણે પોતાના પાડાનું લાલન-પાલન ખૂબ જ સારી રીતે કર્યું છે.
પાડાના માલિકે જણાવ્યું કે, દોઢ વર્ષની ઉંમરથી તેને હાલ્ટ રેસમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેની કદકાઠી જોઈને લોકો ચોંકી જતા હતા. હવે તે ૧૯ વર્ષનો થઈ ગયો છે. તેણે પંજાબના કેટલાય ગામડામાં હાલ્ટ રેસમાં પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું અને સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવ્યું છે. ખાવામાં તેને દેશી ઘી તથા દૂધ આપવામાં આવતું હતું. તેની કિમત ૩૫ લાખ રૂપિયા આંકવામાં આવી ચૂકી છે. કમલજીત સિહ તેનું ખૂબ ધ્યાન રાખતા હતા. તેમણે કહ્યું કે, મારા મનમાં ક્યારેય તેને વેચવાનો વિચાર નથી આવ્યો.
માલિકે કાલા સંધિયામાં થનારી હાલ્ટ રેસમાં સામેલ થયા બાદ તેને રિટાયર્ડ કરવાના હતા. તેમનું કહેવું છે કે ઘણા વર્ષથી પંજાબમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી અને સાથે જ અમારી પણ ઓળખ બનાવી હતી.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
