<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

શાપર-વેરાવળ પોલીસે ૭ લાખના ૩પ મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત કર્યા

રાજકોટ :.. અધિક્ષક વિજયસિંહ ગુર્જરઓએ જીલ્લામાં ગુમ થયેલ મો. પોર્ટલ મારફત શોધી કાઢવા આપેલી સુચનાને પગલે કે. જી. ઝાલાના પો. અધી. ગોંડલ વિભાગનાં માર્ગદર્શન હેઠળ પો. ઇ. આર. બી. રાણાએ મો. ગુમ અરજીઓના કામે ગુમ થયેલ મો. શોધી કાઢવા સારૂ ટેકનીકલનું કામ કરતા પોલીસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલી હતી. જેના આધાર ગુમ થયેલ મો. અરજીઓની તપાસ સીઇઆઇઆર પોર્ટલ મારફતે ટેકનીકલ માહિતી મેળવી અલગ અલગ કુલ ૩પ મો. ફોન શોધી કાઢી તેરા તુજકો અર્પણ પ્રોજેકટ અંતર્ગત શાપર પોલીસે અરજદારોને પરત કર્યા હતાં. આ કામગીરી શાપર (વે.) પોલીસ સ્‍ટે. ના પો. ઇ. આર. બી. રાણા, એએસઆઇ ડી. આર. સરવૈયા, પો. હેઙ કો. દિનેશભાઇ ખાટરીયા, પ્રતિપાલસિંહ રાણા, અરવિંદભાઇ ઝાપડીયા, પ્રવિણભાઇ મકવાણા, પો. કો. રાજદીપસિંહ જાડેજા, મનસુખભાઇ ચૌહાણ, દિવ્‍યેશભાઇ શામળા, જી. આર. ડી. ધવલભાઇ ગોહીલ, ઉદયભાઇ ચાવડાએ કરી હતી.

(2:22 PM IST)