<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

કચરા કલેકશનમાં વેઠ ઉતારતી ત્રણ એજન્‍સીઓના રૂા. ૩૩ કરોડનું પેમેન્‍ટ રોકી દેવાયું

ઓમ સ્‍વચ્‍છતા, એવરગ્રીન અને અર્હમ એજન્‍સી સામે મનપાના સત્તાધીશોનું કડક વલણ : રૂા. ૧ર૦૦ કરોડના કોન્‍ટ્રાકટ છતાં સફાઇમાં ધાંધિયા મેયરનો આદેશ, કામગીરી સુધરે નહીં ત્‍યાં સુધી એક રૂપિયો પણ નહીં ચુકવાય : ત્રણ માસથી નાણા અટકતાં એજન્‍સીઓમાં કચવાટ

રાજકોટ, તા. ૨૮:  મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્‍વચ્‍છ રાખવા માટે રૂ. ૧૨૦૦ કરોડના જંગી ખર્ચે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્‍શન સહિતની સફાઈ કામગીરીના કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવ્‍યા હોવા છતાં કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાની વ્‍યાપક ફરિયાદો ઠતાં આખરે મનપાના સત્તાધીશોએ આકરું વલણ અપનાવ્‍યું છે. શહેરના ૧૮ વોર્ડમાં કચરો એકત્ર કરવાની જવાબદારી સંભાળતી ઓમ સ્‍વચ્‍છતા, એવરગ્રીન અને અર્હમ એજન્‍સીના છેલ્લા ત્રણ મહિનાના અંદાજે રૂ. ૩૩ કરોડના બિલનું પેમેન્‍ટ અટકાવી દેવામાં આવ્‍યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મેયર ડો. નેહલ શુક્‍લ સહિતના પદાધિકારીઓના કડક આદેશને પગલે ત્રણેય એજન્‍સીઓના ઓગસ્‍ટ, સપ્‍ટેમ્‍બર અને ઓક્‍ટોબર માસના નાણાં અટવાઈ પડતાં એજન્‍સીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

શહેરના ૧૮ વોર્ડમાં ઘરે ઘરે જઈને કચરો એકત્ર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ૫૮૫ ટીપરવાન દોડાવવામાં આવી રહી છે. આ કામગીરી માટે ઓમ સ્‍વચ્‍છતા, એવરગ્રીન અને અર્હમ એમ ત્રણ ખાનગી એજન્‍સીઓને કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવ્‍યો છે. ત્રણેય એજન્‍સીઓને મળીને દર મહિને અંદાજે રૂ. ૧૧ કરોડની માતબર રકમ ચૂકવવામાં આવે છે. આમ છતાં શહેરના વિવિધ વિસ્‍તારોમાં નિયમિત કચરો એકત્ર કરવામાં આવતો નહીં હોવા સહિતની ફરિયાદો સ્‍થાનિક કોર્પોરેટરો અને નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.

ખાસ કરીને કરોડો રૂપિયાની ચુકવણી છતાં સફાઈ કામગીરીમાં અપેક્ષિત પરિણામ નહીં મળતાં સત્તાધીશોની નારાજગી વધી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને મેયર ડો. નેહલ શુક્‍લ દ્વારા આશરે ત્રણ માસ પૂર્વે સંબંધિત અધિકારીઓને સ્‍પષ્ટ આદેશ આપવામાં આવ્‍યો હતો કે, જ્‍યાં સુધી નવી સૂચના આપવામાં ન આવે ત્‍યાં સુધી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્‍શનની કામગીરી કરતી એક પણ એજન્‍સીને પેમેન્‍ટ ચૂકવવું નહીં.

મેયરના આદેશ બાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ત્રણેય એજન્‍સીના બિલની ચુકવણી અટકાવી દેવામાં આવી છે. ઓગસ્‍ટ, સપ્‍ટેમ્‍બર અને ઓક્‍ટોબર એમ સળંગ ત્રણ મહિનાનું પેમેન્‍ટ બાકી રહેતાં દર મહિને રૂ. ૧૧ કરોડ લેખે કુલ અંદાજે રૂ. ૩૩ કરોડની રકમ અટવાઈ છે. એક તરફ એજન્‍સીઓ કામગીરી ચાલુ રાખી રહી છે, જ્‍યારે બીજી તરફ ત્રણ મહિનાથી નાણાં નહીં મળતાં આર્થિક મુશ્‍કેલી ભી થઈ હોવાનું જાણવા મળે છે.દરમિયાન મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા ત્રણેય એજન્‍સીઓને કામગીરીમાં સુધારો લાવવા માટે એક-એક વખત નોટિસ પણ ફટકારવામાં આવી છે. નોટિસ અને પેમેન્‍ટ રોકવાની કાર્યવાહી બાદ છેલ્લા એકાદ મહિનાથી કચરો એકત્ર કરવાની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે કામગીરીમાં સુધારો થયો હોવા છતાં મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા હજુ સુધી અટકાવાયેલાં બિલની ચુકવણી કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી નથી.

મનપાના આંતરિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ હવે માત્ર અધિકારીઓના રિપોર્ટના આધારે જ એજન્‍સીઓને પેમેન્‍ટ ચૂકવવામાં આવે તેવી શકયતા ઓછી છે. શહેરના વિવિધ વોર્ડના સ્‍થાનિક કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદેદારો પાસેથી સફાઈ કામગીરી અંગેનો રિવ્‍યુ મેળવ્‍યા બાદ જ ત્રણેય એજન્‍સીના અટકાવાયેલાં બિલ અંગે નિર્ણય લેવામાં આવે તેવી ચર્ચા છે.

આમ, રૂ. ૧૨૦૦ કરોડના સફાઈ કોન્‍ટ્રાક્‍ટ બાદ ઉભા થયેલા વિવાદમાં હવે રૂ. ૩૩ કરોડનું પેમેન્‍ટ અટકાવવાનો મામલો નવો વળાંક લઈ રહ્યો છે. એક તરફ સત્તાધીશો કામગીરીમાં કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી, જ્‍યારે બીજી તરફ ત્રણ માસથી બિલની ચુકવણી નહીં થતાં એજન્‍સીઓની મુશ્‍કેલી વધી રહી છે. (૯

ત્રણ માસથી રૂ. ૩૩ કરોડ અટવાતાં ડ્રાઇવર-ક્‍લીનરના પગાર સામે સંકટ!

ત્રણેય એજન્‍સીઓને સળંગ ત્રણ મહિનાથી પેમેન્‍ટ નહીં મળતાં હવે તેની સીધી અસર ટીપરવાનના ડ્રાઇવરો અને ક્‍લીનરોના પગાર ઉપર પડવાની ભીતિ ભી થઈ છે. દર મહિને રૂ. ૧૧ કરોડની ચુકવણી અટકી હોવાથી એજન્‍સીઓ માટે કર્મચારીઓના પગાર સહિતના રોજિંદા ખર્ચને પહોંચી વળવું મુશ્‍કેલ બની રહ્યું હોવાનું જાણવા મળે છે. આર્થિક ખેંચતાણ વધુ લાંબી ચાલશે તો તેની અસર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્‍શનની કામગીરી ઉપર પણ પડી શકે છે. દિવાળીના સમયગાળામાં જ ટીપરવાન સેવા ખોરંભે ચડવાની આશંકા વ્‍યક્‍ત થઈ રહી છે.

કરોડોના કોન્‍ટ્રાક્‍ટ છતાં સફાઈની ફરિયાદો કેમ?

રાજકોટમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્‍શન સહિતની સફાઈ કામગીરી માટે રૂ. ૧૨૦૦ કરોડના કોન્‍ટ્રાક્‍ટ અપાયા ત્‍યારથી જ આ મામલો ચર્ચામાં રહ્યો છે. શહેરમાં ૫૮૫ ટીપરવાન મારફત કચરો એકત્ર કરવામાં આવતો હોવા છતાં કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદો ઠી હતી. કરોડો રૂપિયાના ખર્ચ સામે નાગરિકોને સંતોષકારક સેવા મળે તે જરૂરી છે ત્‍યારે સત્તાધીશો દ્વારા પેમેન્‍ટ અટકાવવાની કાર્યવાહીથી સફાઈ કોન્‍ટ્રાક્‍ટનો મામલો ફરી ચર્ચાના કેન્‍દ્રમાં આવ્‍યો છે. (૯

કોર્પોરેટરોનો રિપોર્ટ આવ્‍યા પછી જ ખૂલશે પેમેન્‍ટનાં તાળાં?

મહાનગરપાલિકાના સત્તાધીશોએ ત્રણેય એજન્‍સીના પેમેન્‍ટ મુદ્દે મક્કમ વલણ અપનાવ્‍યું હોવાનું જાણવા મળે છે. માત્ર કાગળ ઉપર કામગીરી દર્શાવીને બિલની ચુકવણી મેળવી લેવાની પદ્ધતિ સામે હવે સ્‍થાનિક સ્‍તરેથી કામગીરીની ખરાઈ કરવાનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. વોર્ડના કોર્પોરેટરો અને સંગઠનના હોદેદારો પાસેથી સફાઈ કામગીરીનો રિપોર્ટ મેળવ્‍યા બાદ જ રૂ. ૩૩ કરોડની ચુકવણી અંગે નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી.(૯

 

 

(2:40 PM IST)