તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
ભરૂચના વાવલી વિસ્તારમાં નહેર ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં :આશરે 15 એકર જમીનમાં ઊભો પાક નિષ્ફળ જવાની આશંકા
ખેડૂતોના આક્ષેપ મુજબ, નહેરના રિપેરિંગ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી

ભરૂચના વાવલી વિસ્તારમાં નહેર ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સતાવી રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં આશરે 15 એકર જમીનમાં ઊભો પાક નિષ્ફળ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાણીના નિકાલ માટે ખેડૂતોએ ક્યારી બનાવી પાણી વાળવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોના આક્ષેપ મુજબ, નહેરના રિપેરિંગ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના કારણે નહેર ઓવરફ્લો થઈ અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. હવે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો દ્વારા તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
